ભાજપ પ્રવકતા કિશોર મકવાણા સંપાદીત-લેખીત ડો.આંબેડકર પરના પુસ્તકોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરશે

14 April 2021 05:00 AM
India Politics
  • ભાજપ પ્રવકતા કિશોર મકવાણા સંપાદીત-લેખીત ડો.આંબેડકર પરના પુસ્તકોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરશે

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મીડીયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 14 એપ્રિલને બુધવારે સવારે 11 વાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકર પર તૈયાર થયેલા ચાર પુસ્તકો- ‘વ્યક્તિ દર્શન’, ‘જીવન દર્શન’, ‘આયામ દર્શન’ અને ‘રાષ્ટ્ર દર્શન’ નું ઓનલાઈન લોકાર્પણ કરશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહ-પ્રવકતા અને લેખક કીશોર મકવાણાએ ખૂબ ઉંડુ અધ્યયન અને સંશોધન કરીને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના વિવિધ પાસાનું સર્વાંગીણ લેખન-સંપાદન આ ચાર ભાગમા કર્યું છે. કિશોર મકવાણાની ડો. આંબેડકર વિચાર દર્શનના ગહન અભ્યાસુ તરીકેની ઓળખથી ગુજરાત હવે અજાણ નથી. ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના એક-એક પાસા વિશે તલસ્પર્શી અભ્યાસ કરીને કીશોર મકવારાએ ઘણી નવી વાતો શોધી એ પુસ્તકો સમાવી છે. રાષ્ટ્રનિર્માણમાં ડો. બાબાસાહેબનું યોગદાન ઐતિહાસિક છે. ચાર પુસ્તકો ડો. આંબેડકરના મહાન જીવન-કાર્યને અભિવ્યક્ત કરે છે.


Related News

Loading...
Advertisement