શેરબજાર બાઉન્સ બેક: સેન્સેકસમાં 550 પોઈન્ટનો ઉછાળો; બેંક શેરોમાં તેજી

14 April 2021 05:36 AM
Business
  • શેરબજાર બાઉન્સ બેક: સેન્સેકસમાં 550 પોઈન્ટનો ઉછાળો; બેંક શેરોમાં તેજી

રાજકોટ તા.13
મુંબઈ શેરબજારમાં આજે ફરી બાઉન્સ બેક થયુ હતું.બેંક શેરોની આગેવાનીમાં મોટાભાગનાં શેરો ફરી ગ્રીન ઝોનમાં આવી ગયા હતા. તેને પગલે સેન્સેકસમાં 550 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થઈ હતી. વિશ્ર્વ બજારોના પ્રોત્સાહક અહેવાલની અસર હતી. મહારાષ્ટ્રમાં હજુ લોકડાઉનનો નિર્ણય થયો નથી. આજે કેસો ઘટયા છે. લોકડાઉન પાછુ ઠેલાવાનો આશાવાદ સર્જાયાનો પડઘો હતો. અમુક અંશે વેંચાણ કાપણી આવી હતી કાલે માર્કેટ બંધ હોવાથી નવા વેપારમાં સાવધાની રાખવામાં આવી હતી. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ટુંકા ગાળાનો ટ્રેંડ કોરોના તથા તેના લોકડાઉન આધારીત રહેવાની શકયતા છે. મોટાભાગનો વર્ગ નવા વેપારમાં સાવધાન છે. શેરબજારમાં આજે બેંક તથા ફાઈનાન્સ કંપનીઓનાં શેરોમાં જોરદાર તેજીને કારણે ચિત્ર બદલાયું હ્તું.


બજાજ ફીન સર્વીસ, મહિન્દ્ર, બજાજ ફાઈનાન્સ, ટેલ્કો, પંજાબ નેશનલ બેંક, વોડાફોન, ટાટા પાવર, લાર્સન, મારૂતી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, સન ફાર્મા, ટાઈટન,એકઝીસ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી,એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડૂસઈન્ડ બેંક, વગેરેમાં ઉછાળો હતો. ટીસીએસ ટેક મહીન્દ્ર, ડો.રેડ્ડી, વીપ્રો, અદાણી પોર્ટ, ઈન્ફોસીસ, નેસલે, એચસીએલ ટેકનો તૂટયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 550 પોઈન્ટના ઉછાળાથી 48433 હતો જે ઉંચામાં 48470 તથા નીચામાં 47775 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 165 પોઈન્ટ વધીને 14475 હતો. જે ઉંચામાં 14486 તથા નીચામાં 14274 હતો. બેંક નીફટી 950 પોઈન્ટ તથા મીડકેપ ઈન્ડેકસ 400 પોઈન્ટ વધ્યો હતો.


Related News

Loading...
Advertisement