પ્રચાર પ્રતિબંધના વિરોધમાં મમતા ગાંધીજીની મૂર્તિ સામે ધરણા પર બેસી ગયા

14 April 2021 06:47 AM
India Politics
  • પ્રચાર પ્રતિબંધના વિરોધમાં મમતા ગાંધીજીની મૂર્તિ સામે ધરણા પર બેસી ગયા

મુસ્લિમ મતો અંગે કરેલા વિધાનોથી પ્રતિબંધ: રાજય ભાજપના પ્રમુખ દિલીપ ઘોષને પણ ચૂંટણીપંચની નોટીસ

કોલકતા તા.13
પશ્ર્ચિમ બંગાળમાં ધારાસભા ચૂંટણીમાં હવે છેલ્લા ચાર તબકકાનું મતદાન બાકી રહી ગયું છે તે સમયે કૂચબિહારમાં હિંસા અને સીઆરપીએફના મામલે વિવાદાસ્પદ વિધાન કરી ચૂકેલા રાજયના મુખ્યમંત્રી મમતા બેનરજી પર 24 કલાકનો પ્રચાર પ્રતિબંધ લાદી દેવાયો છે તે સમયે આજે મમતાએ કલકતામાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે મૌન ધરણા શરુ કરી દીધા છે. મમતાએ મુસ્લીમ મતોના મુદે વિધાન કર્યા હતા તે પણ ચૂંટણીપંચે ગંભીરતાથી લીધા છે. મમતાએ એક ચૂંટણી સભામાં મુસ્લીમ મતોના ભાગલા ન પડે અને તૃણમુલની સાથે જ રહે તેવું વિધાન કર્યુ હતું તે બદલ તેમને એક દિવસના પ્રચાર પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે અને તેનો ઉપયોગ કરતા કલકતામાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે તેઓ આજે ધરણા કરી રહ્યા છે જે સાંજ સુધી ચાલશે. બીજી તરફ કૂચબિહાર હિંસા અંગે ઉશ્કેરણીજનક વિધાનો કરનાર પશ્ર્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષને પણ ચૂંટણી પંચે નોટીસ ફટકારી છે અને તેમના વિધાનો બદલ ખુલાસો કરવા જણાવ્યું છે. ભાજપના એક અન્ય સ્થાનિક નેતાને પણ આ જ પ્રકારે નોટીસ આપવામાં આવી છે.


Related News

Loading...
Advertisement