મમતા બેનર્જીએ પેઇન્ટિંગ્સ દોરી પોતાનો જૂનો શોખ તાજો કર્યો : ધરણાં દરમિયાન પ્રચારનો નવો કીમિયો અપનાવ્યો

14 April 2021 09:34 AM
India Politics
  • મમતા બેનર્જીએ પેઇન્ટિંગ્સ દોરી પોતાનો જૂનો શોખ તાજો કર્યો : ધરણાં દરમિયાન પ્રચારનો નવો કીમિયો અપનાવ્યો

ધાર્મિક આધાર પર મતદારોને એક થવાના નિવેદન બાદ ચૂંટણી પંચે મમતા પર 24 કલાકની પ્રચારબંધી લાદી છે, જેના વિરોધમાં તે ધરણાં પર બેઠા

કોલકાતાઃ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પર 24 કલાકના પ્રતિબંધના વિરોધમાં મમતા બેનર્જી ધરણા પર બેઠા છે. જેમાં તેઓ પોતાનો જુનો પેઇન્ટિંગનો શોખ પુરો કરી બધાને દેખાડી રહ્યા છે. ચૂંટણી પંચે ગઇકાલે હિન્દુ-મુસ્લિમ ભાષણ મામલે મમતા બેનર્જી પર 24 કલાકનો ચૂંટણી પ્રચાર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેના વિરોધમાં મમતા મંગળવારે કોલકાતાના ગાંધી સ્ટેચ્યુ પાસે ધરણા પર બેસી ગયાં હતા. આવતીકાલ સુધી તેઓ ધરણા પર બેસવાના છે.

મમતા બેનરજી આજે વ્હીલચેર પર અહીં આવ્યા હતા અને એક ખાલી કેનવાસ, કેટલાક બ્રશ અને કલર લઇ પેઇન્ટિંગ કરવા લાગ્યા હતા. લોકોની ભીડ ન થાય તે માટે આસપાસ બેરિકેડિંગ કરી દેવાયું છે. તેઓ ઘરણા પર એકલા બેઠા છે.


Related News

Loading...
Advertisement