ઉત્તરાખંડના CM તીરથસિંહનું અજીબો-ગરીબ લોજીક : તબલિગી મરકઝ બંધ રૂમમાં થવાથી કોરોના વધ્યો, કુંભમેળો ખુલ્લામાં છે, સંક્રમણ નહીં ફેલાય

14 April 2021 10:07 AM
India Politics
  • ઉત્તરાખંડના CM તીરથસિંહનું અજીબો-ગરીબ લોજીક : તબલિગી મરકઝ બંધ રૂમમાં થવાથી કોરોના વધ્યો, કુંભમેળો ખુલ્લામાં છે, સંક્રમણ નહીં ફેલાય

ઉત્તરાખંડના મુખ્યમંત્રીની શ્રદ્ધા: મા ગંગાની કૃપાથી વાઈરસનો પ્રસાર નહીં થાય

દહેરાદૂનઃ
કોરોના મહામારી કેવી રીતે ફેલાય છે? તે અંગે ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવતે પોતાની ફિલોસોફી જણાવતા અજીબો - ગરીબ લોજીક રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, તબલિગી મરકઝની કુંભમેળા સાથે તુલના ન થાય. મરકજ બંધ રૂમમાં થયું હોવાથી કોરોના ફેલાયો હતો. પરંતુ કુંભમેળો ખુલ્લામાં થઇ રહ્યો હોવાથી કોરોના નહીં ફેલાય.

તીરથ સિંહ રાવતે એમ પણ કહ્યું કે, મા ગંગા અવિરત ધારા છે મા ગંગાના આશીર્વાદ લઇને જશો તો કોરોના ફેલાશે નહીં. અગાઉ સોમવારે સચિવાલય ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, બીજા શાહી સ્નાનમાં અખાડાના સંત સમાજથી લઇ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર કુંભ 2021માં ડૂબકી લગાવી પુણ્ય મેળવ્યું હતું.


Related News

Loading...
Advertisement