સોના-ચાંદીમાં ફરી તેજી

15 April 2021 05:09 AM
Business Top News
  • સોના-ચાંદીમાં ફરી તેજી

સોનામાં રૂા.600 તથા ચાંદીમાં રૂા.1200 વધ્યા

રાજકોટ તા.14
સોના-ચાંદીમાં ફરી કોરોના ઈફેકટ દેખાવા લાગી હોય તેમ તેજીની ચમક આવી છે. સોનામાં રૂા.600 તથા ચાંદીમાં રૂા.1200નો ભાવવધારો હતો. રાજકોટમાં સોનાનો ભાવ 48300 તથા ચાંદીનો 69000 હતો. વિશ્વબજારમાં અનુક્રમે 1744 ડોલર તથા 25.52 ડોલરનો ભાવ હતો. કોમોડીટી એકસચેંજમાં સોનુ 46965 તથા ચાંદી 67600 હતી. ઝવેરીઓના કહેવા પ્રમાણે વિશ્ર્વબજારની તેજી ઉપરાંત ડોલર સામે રૂપિયાની નબળાઈનો પણ પડઘો છે. ડોલર સામે રૂપિયો ગગડીને 75ની નીચે સરકી ગયો હોવાનું ઉલ્લેખનીય છે. કોરોના ઈફેકટ માનવામાં આવે છે. સંક્રમણ વધતા અર્થતંત્રને ફટકો પડવાની ભીતિથી ઈન્વેસ્ટમેન્ટ વધવા લાગ્યુ છે.


Related News

Loading...
Advertisement