ખાદ્યતેલો સતત સળગે છે: કપાસીયા તેલમાં ડબ્બે 20 વધ્યા

15 April 2021 05:14 AM
Business Top News
  • ખાદ્યતેલો સતત સળગે છે: કપાસીયા તેલમાં ડબ્બે 20 વધ્યા

ડબ્બાનો ભાવ રૂા.2300ને આંબી ગયો

રાજકોટ તા.14
કોરોનાકાળ વચ્ચે લોકોને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો હોય તેમ આજે ખાદ્યતેલો વધુ સળગ્યા હતા. ખાસ કરીને કપાસીયાતેલમાં ડબ્બે રૂા.20 વધતા ભાવ 2300ને વટાવી ગયો હતો.

તેલબજારના વેપારીઓએ કહ્યું કે ખાદ્યતેલોમાં અંડરટોન તેજીનો જ છે. છેલ્લા બે દિ’માં સીંગતેલ તથા પામોલીનના ભાવ નીચા આવ્યા હતા. પરંતુ આજે સ્થિર હતા. જયારે કપાસીયાતેલમાં ઉછાળો હતો. કપાસીયાતેલ વોશ 1380 થી 1385 હતું તેના ગઈકાલે 1365 હતા. ટેકસપેઈડ ડબ્બાનો ભાવ 2300 પર પહોંચ્યો હતો.

મસ્ટર્ડ તેલ જેવા અન્ય તેલના ભાવ પણ ઉંચકાયા હતા. કોરોના ગભરાટને કારણે માર્કેટયાર્ડો બંધ થવા લાગ્યા છે. કાચામાલની સપ્લાય ધીમી પડતા ઉત્પાદનને અસર થવા લાગી છે. નિયંત્રણોને કારણે ઘરવપરાશ માટેનો ઉપાડ વધ્યો છે. આ કારણોથી ખાદ્યતેલો ફરી ટાઈટ થયા છે.


Related News

Loading...
Advertisement