ફરી કેમેરાના શટર પડી ગયા

15 April 2021 07:10 AM
Entertainment India
  • ફરી કેમેરાના શટર પડી ગયા

ટીવી પારિવારિકના એપીસોડનો સ્ટોક નહીવત : બોલીવુડ ટેલીવુડ માટે 2021ની આશા ધુંધળી: શરૂ થયેલા શુટીંગો અટકશે

મુંબઈ: બોલીવુડ માટે 2020નું વર્ષ ભુલી જવાનું રહ્યું હતું અને 2021 આ વર્ષના પ્રારંભે કોરોના સંક્રમણ ઘટતા ફરી એક વખત સ્ટુડીયોના દ્વાર ખુલી ગયા હતા અને અધુરી રહેલી તથા નવી ફિલ્મો ફલોર પર જવાની તૈયારી થઈ હતી ત્યારે બીજી લહેર અને હવે મહારાષ્ટ્રમાં આજથી પ્રતિબંધાત્મક આદેશો અમલી બનતા બોલીવુડ-ટેલીવુડ માટે કોરોના શટર પાડી દેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. રાજય સરકારે જે નવા પ્રતિબંધાત્મક આદેશો આજથી અમલમાં મુકયા છે તેમાં ફિલ્મ-ટીવી સહિતના તમામ શુટીંગ અને પ્રોડકશન કામ બંધ રાખવા આદેશ આપ્યા છે જે હાલ તા.30 એપ્રિલ સુધી અમલમાં રહેશે પણ માનવામાં આવે છે કે શુટીંગ વિ.ને તે બાદ પણ ઝડપથી મંજુરી નહી મળે. મલ્ટીપ્લેકસ અને સિંગલ સ્ક્રીન થિયેટરો પણ આજથી ફરી બંધ થઈ ગયા છે. આથી સૌથી વધુ અસર ટેલીવીઝન ધારાવાહિક પર થશે. હાલ મોટાભાગની ચેનલો પર 2-3 એપીસોડ દર્શાવવા તૈયાર છે અને હવે નવા શુટીંગ નહી થતા ચેનલોને ફરી જુના શો પ્રસારીત કરવા પડશે.


Related News

Loading...
Advertisement