ભાણવડ - જામજોધપુર - લાલપુર અને રાણાવાવ પંથકમાં રાત્રે બ્લાસ્ટ થયો હોય તેવા ધડાકાથી મકાનો અને ધરા ધ્રુજી ઉઠી : લોકોમાં ગભરાટ

15 April 2021 12:27 PM
Porbandar Saurashtra
  • ભાણવડ - જામજોધપુર - લાલપુર અને રાણાવાવ પંથકમાં રાત્રે બ્લાસ્ટ થયો હોય તેવા ધડાકાથી મકાનો અને ધરા ધ્રુજી ઉઠી : લોકોમાં ગભરાટ

અવાજ શેનો આવ્યો હતો? શું બનાવ હતો? તેની સત્તાવાર વિગતો મળી નથી : પોલીસ દ્વારા બ્લાસ્ટ અંગે તપાસ જારી

રાજકોટઃ
ભાણવડ - રાણાવાવ પંથકમાં રાત્રે નવ વાગ્યા આસપાસ અચાનક આકાશમાં મોટો બ્લાસ્ટ થયો હોય એમ ભેદી ધડાકો થયો હતો. આ અવાજથી મકાનો સહીત ધરા ધ્રુજી ઉઠી હતી. થોડા સમય માટે લોકો દોડીને જોવા બહાર નીકળ્યા હતા. આ સમયે જ ઉપરથી વિમાન પસાર થયું હતું એટલે કદાચ એમાં પણ કોઈ બ્લાસ્ટ કે અવાજ આવ્યો હોય એવુ બની શકે.

આ અવાજ ભાણવડ, રાણાવાવ, લાલપુર અને જામજોધપુર સહીત અનેક વિસ્તારમાં સંભળાયો હોવાનું જાણવા મળે છે. બનાવ ને પગલે લોકોમાં તરહ - તરહની ચર્ચાઓ થવા લાગી હતી. ખરેખર આ કોઈ બ્લાસ્ટ હતો કે વિમાનમાં કોઈ ખરાબીના કારણે અવાજ આવ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ અંગે પોલીસ મથકેથી વિગતો જાણવાનો પ્રયાસ કરતા પોલીસ પણ આ બ્લાસ્ટ અંગે તપાસ કરી રહી હોવાનું જણાવાયું હતું. હાલ કોઈ વિગત મળી નથી કે અવાજ શેનો આવ્યો હતો? શું બનાવ હતો? તેની સત્તાવાર વિગતો રાત્રે 11 વાગ્યાં સુધી મળી નહોતી.


Related News

Loading...
Advertisement