ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રઘ્ધાંજલી અર્પણ

16 April 2021 06:52 AM
Rajkot Dharmik
  • ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા 
સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રઘ્ધાંજલી અર્પણ

શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઇ પારઘીની આગેવાનીમાં દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ સંવિધાનના શીલ્પી એવા ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી.
આ તકે શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઇ પારઘી તેમજ ભારતીબેન મકવાણા, પરસોત્તમભાઇ રાઠોડ, રવિ ગોહેલ, જયંતી ધાંધલ, પ્રવિણ ચાવડા, મીનાબેન સરવૈયા, મહેશ અઘેરા, મૌલિક પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement