15 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો

16 April 2021 07:20 AM
Business Top News
  • 15 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો

રાજકોટ તા.15
પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવથી સામાન્ય જનતાના ખિસ્સા પર માર પડી રહ્યો હતો ત્યારે હાલ રાહતના સમાચાર સામે આવ્યા છે. 15 દિવસ બાદ પેટ્રોલ અને ડિઝલમાં 15 પૈસાનો ઘટાડો થયો છે. સરકારી ઓઈલ કંપનીએ ભાવ ઘટાડી સામાન્ય જનતાને રાહત આપી છે. ઓઈલ કંપનીએ 15 દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા બાદ આજે 15 પૈસાનો ઘટાડો કર્યો છે. ગઈકાલે પેટ્રોલના ભાવ 87.51 પૈસા અને આજે 87.36 છે તેમજ ડીઝલનો ભાવ ગઈકાલે ભાવ 86.92 હતા. જે આજે 86.77 થયેલ છે. ગત તા.30 માર્ચ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. આજરોજ 15 પૈસા વધતા સામાન્ય જનતાએ રાહત અનુભવી હતી. કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કામ ધંધા પર તેની સીધી અસર જોવા મળી છે ત્યારે હાલ ભાવ ઘટતા લોકોને રાહત મળી છે.


Related News

Loading...
Advertisement