સૌરાષ્ટ્ર - કચ્છમાં ગરમીમાં રાહત

17 April 2021 03:54 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર - કચ્છમાં ગરમીમાં રાહત

અનેક સ્થળોએ 39 થી 40 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાયુ

રાજકોટ તા.16
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનની દિશા બદલતા અને હવામાં ભેજ વધતા ગરમીમાં થોડો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે અનેક સ્થળોએ 39 થી 40 ડીગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાયુ હતુ. ગઈકાલે અમદાવાદ ખાતે 40.5, વડોદરામાં 40.4, રાજકોટમાં 39.7, કેશોદમાં 37, પોરબંદરમાં 32.6, વેરાવળમાં 32, દ્વારકામાં 31.2, ઓખામાં 31.7, ભૂજમાં 37.6, નલિયામાં 33.1, સુરેન્દ્રનગરમાં 40, કંડલા ખાતે 36.1, અમરેલીમાં 40 અને ગાંધીનગરમાં 39.2 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતુ. દરમ્યાન ભાવનગરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને આંબી ગયો હતો. ગોહિલવાડમાં ગરમી વધી રહી છે. ગુરૂવારે ભાવનગરમાં મહતમ તાપમાન 40 ડીગ્રીને આંબી ગયુ હતુ. બપોરના સમયે લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ભાવનગર શહેરમાં મહતમ તાપમાન 40 ડીગ્રી અને લઘુતમ તાપમાન 28.4 ડીગ્રી નોંધાયુ હતુ. જયારે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ 23 ટકા રહેવા પામ્યુ હતુ. પવનની ઝડપ 18 કિ.મી. પ્રતિ કલાક રહી હતી.


Related News

Loading...
Advertisement