જો તાપમાન 4 ડિગ્રી વધ્યુ તો પૃથ્વી ડુબવા લાગશે

17 April 2021 04:10 AM
World
  • જો તાપમાન 4 ડિગ્રી વધ્યુ તો પૃથ્વી ડુબવા લાગશે

વધતું જતું વૈશ્વીક તાપમાન ભાવિ જગત માટે ખતરો : ગ્લોબલ વોર્મીંગથી જો અધિક માત્રામાં એન્ટાર્કટિકાનાં બરફના પહાડ પીગળવા લાગે તો પાણી સમુદ્રમાં જતા મોટો ખતરો પેદા થઈ શકે

વોશીંગ્ટન તા.16
વૈશ્વીક તાપમાન-ગ્લોબલ વોર્મિક એક મોટી સમસ્યા બની ચૂકયુ છે. હવે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો વૈશ્વીક તાપમાન પૂર્વ ઓદ્યોગીક સ્તરોમાં લગભગ 4 ડીગ્રી સેલ્સીયસથી વધુ પહોંચે તો પૃથ્વી પર એટલું તો પાણી વહેવા લાગશે કે જેની કલ્પના પણ નથી કરી શકાતી.

વૈજ્ઞાનિકોના અનુસાર આ સ્થિતિમાં એર્ન્ટાટીકાના બરફનો એક તૃતિયાંશથી વધુ ભાગ પીગળવાના કારણે ખતરો પેદા થયો છે. જર્નલ જયોફિઝીકલ રિસર્ચ લેટરમાં પ્રકાશીત અધ્યયનમાં જાણવા મળ્યુ છે કે જો બરફની મોટી શિલાઓ પીગળવા લાગી તો પાણી સમુદ્રમાં જશે.

ગ્લેસીયર કે બરફનાં તટની નીચે વહેતી બરફની શિલાઓ અને ચાદરો સામાન્ય રીતે એર્ન્ટાન્ટીકા કેનેડા, ગ્રીનલેન્ડ અને રશીયન આર્કન્ટીકામાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો કહે છે કે સમુદ્રનાં સ્તરને વધતી નિયંત્રીત કરવામાં તે મહત્વની ભુમિકા ભજવે છે. અલબત, તાપમાનને 4 ડીગ્રી સેલ્સીયસના બદલે 2 ડીગ્રી સુધીસીમીત કરવાથી અડધાથી વધુ પેદા થનાર ખતરામાં ઘટાડો થઈ શકે છે.

તટીય ક્ષેત્રો માટે મોટો ખતરો
વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર આગામી દાયકાઓમાં જો તાપમાનમાં વધારો આ રીતે ચાલુ રહ્યો તો એન્ટાર્ટટીકામાંથી વધુ બરફ પીગળવા લાગશે. આની સાથે પ્રાય: દ્વિપ કે બરફ નજીકનાં વિસ્તારો જ નહિં બલકે દુનિયાભરનાં તટીય ક્ષેત્રો પર પણ ખતરો વધશે.


Related News

Loading...
Advertisement