શેરબજારમાં તેજીની કૂચ : સેન્સેકસમાં 145 પોઇન્ટનો સુધારો : રોકડાના શેરોમાં કરંટ

17 April 2021 06:20 AM
Business Top News
  • શેરબજારમાં તેજીની કૂચ : સેન્સેકસમાં 145 પોઇન્ટનો સુધારો : રોકડાના શેરોમાં કરંટ

રાજકોટ, તા.16
દેશમાં કોરોનાની વધતી ભયાનકતા છતાં શેરબજારને તેની કોઇ અસર ન હોય તેમ આજે પણ તેજીનો પવન ફુંકાવા ચાલુ રહ્યો હતો. સેન્સેકસમાં 145 પોઈન્ટનો સુધારો હતો. શેરબજારમાં આજે માનસ સુધારાનું હતું. વૈશ્વીક તેજીનો પડઘો હતો ઉપરાંત કોરોના છતાં લોકડાઉન જેવા આકરા નિયંત્રણો ન હોવાથી અને આર્થિક સુધારા ચાલુ જ રહેવાના આશાવાદની અસર હતી. શેરબજારમાં આજે વિપ્રો, હિન્દાલકો, અલ્ટાટે્રક, એશીયન પેઇન્ટસ, અદાણી પોર્ટ, ટેલ્કો, બજાજ ઓટો, ડો. રેડ્ડી, એચસીએલ ટેક, એચડીએફસી, નેસ્લેમાં સુધારો હતો. લાર્સન, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેંક, ટીસ્કો, લાર્સન, રિલાયન્સ નબળા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેકસ 145 પોઇન્ટ વધીને 48949 હતો તે ઉંચામાં 49089 તથા નીચામાં 48694 હતો. નિફટી 70 પોઇન્ટ વધીને 14653 હતો. તે ઉંચામાં 14697 તથા નીચામાં 14559 હતો.


Related News

Loading...
Advertisement