કરોડો કર્મોની નિર્જરા કરતી ચૈત્ર આયંબીલ ઓળીનો સ્થા. જૈનોમાં રવિવારથી તથા દેરાવાસી જૈનોમાં સોમવારથી પ્રારંભ

17 April 2021 07:10 AM
Rajkot Dharmik
  • કરોડો કર્મોની નિર્જરા કરતી ચૈત્ર આયંબીલ ઓળીનો સ્થા. 
જૈનોમાં રવિવારથી તથા દેરાવાસી જૈનોમાં સોમવારથી પ્રારંભ

સ્વાદની સજાથી મુકત થવાની અનુપમ સાધના એટલે આયંબીલની આરાધના

રાજકોટ, તા. 16
આગામી તા. 18થી સ્થાનકવાસી જૈનોની તથા તા.19ના સોમવારથી દેરાવાસી જૈનોની ચૈત્રી માસની આયંબીલ ઓળીની આરાધનાનો પ્રારંભ થશે.જયારે સ્થાનકવાસી સમાજ આગામી તા. ર4મીના તથા દેરાવાસી જૈનો તા. રપમીના રવિવારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણ ઉજવશે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક દર વર્ષે ચૈત્ર સુદ 13ના દેશ-વિદેશમાં ઉજવાય છે. આ વર્ષે ચૈત્ર સુદ 13ના દેશ-વિદેશમાં ઉજવાય છે. આ વર્ષે કોરોનાના કારણે જાહેરમાં કે ઉપાશ્રયોમાં કોઇપણ પ્રકારના કાર્યક્રમો યોજાશે નહિ.આયંબીલ તપમાં માત્ર એક જ વખત એક જ જગ્યાએ બેસીને વિયગરહિત એટલે કે તેલ, ઘી, દૂધ, દહીં, ગોળ, સબરસ અને સાકર વગરનો રસ અને સ્વાદ સહિતનો આહાર કરવાનો હોય છે તથા અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે.આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તપ શ્રેષ્ઠ છે, પરંતુ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબીલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેલ-ઘી રહિતનો શ્રેષ્ઠ માનવામાં આવે છે તેલ-ઘી રહિતનો આહાર વાપરવાથી લીવરને રાહત મળે ેછે શરીર અને મન બંને પ્રસન્ન રહે છે. જે સાધનામાં સહાયક બને છે. આ પર્વ વર્ષમાં બે વાર ચૈત્ર તથા આસો માસમાં આવે છે. બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત, પિત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે. તેથી આ દિવસોમાં તપ કરવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે. તેથી તમામ દર્દનું ઔષધ તપ ગણવામાં આવે છે. ધર્મની દ્રષ્ટિએ તપ અને નિર્જરા માટે ઉત્તમોતમ સાધન છે. આયંબીલ ઓળીમાં નવ દિવસ સુધી નમો અરિહંતાણં પદથી લઇને નમો લોએ સવ્વસાહૂણં સાથે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ સહિત નવ પદની આરાધના કરવાની હોય છે.


Related News

Loading...
Advertisement