છારોડી ગુરુકુલમાં શા. માધવપ્રિયદાસજી સ્વામીનો આઇસીએસઇ બોર્ડનો માહિતીસભર ઓનલાઇન કાર્યક્રમ યોજાયા

17 April 2021 07:15 AM
Rajkot Dharmik
  • છારોડી ગુરુકુલમાં શા. માધવપ્રિયદાસજી સ્વામીનો  
આઇસીએસઇ બોર્ડનો   માહિતીસભર ઓનલાઇન કાર્યક્રમ યોજાયા

રાજકોટ તા. 16
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને જયદેવ સોનાગરાના માર્ગદર્શન સાથે છારોડી ગુરુકુલમાં આઇસીએસઇ બોર્ડની માહિતી સભર ઓન-લાઇન પરિસંવાદ યોજાયો હતો, જેમાં ગુરુકુલના સંતો અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શા. માધવપ્રિયદાસજી સ્વામીએ એક વર્ષ સતત એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સેવા કરનાર ડૉક્ટરો અને એક વર્ષ સતત એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓને ઓન લાઇન શિક્ષણ આપી રહેલ શિક્ષણ આપી રહેલ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગ છારોડીના એજ્યુકેશનલ ડાયરેકટર જયદેવભાઇ સોનાગરાએ જણાવેલ કે આ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ, એસજીવીપીના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ચાલી રહેલછે.અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત આઇસીએસઇ બોર્ડને અનુસરતી શાળાઓમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલનો સમોશ થાય છે.જેમાં ભારત ઉપરાંત 25 દેશોના 1600 ઉપરાંત વિદ્યાર્થીઓ સંસ્કાર-સભર શિક્ષણ મેળવી રહ્યા છે. સીબીએસઇ બોર્ડને કેન્દ્રીય બોર્ડ ગણવામાં આવે છે જ્યારે આઇસીઓઇ બોર્ડને રાષ્ટ્રીય બોર્ડ ગણવામાં આવે છે. આઇસીઓઇ બોર્ડનો અભ્યાસ ક્રમ આંતરરાષ્ટ્રીય અભ્યાસ ક્રમને મળતો આવે છે.આઇસીઓઇ બોર્ડનો અભ્યાસક્રમ વિદ્યાર્થીલક્ષી છે. આ બોર્ડમાં ધોરણ 7 પછીની બાળકોને રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર શીખવાડવામાંઆવે છે. ભારતમાન અમેરિકન એક્રેડીટેશન પ્રાપ્ત કરનાર સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ્ છારોડીસર્વ પ્રથમ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ છે.


Related News

Loading...
Advertisement