લોકડાઉનના ભયે આવશ્યક ચીજ ખરીદવા ધસારો થવાની સંભાવના : રાજયોને એલર્ટ કરતું કેન્દ્ર

17 April 2021 07:24 AM
India
  • લોકડાઉનના ભયે આવશ્યક ચીજ ખરીદવા ધસારો થવાની સંભાવના : રાજયોને એલર્ટ કરતું કેન્દ્ર

ભાવ ઉપર પણ સતત નજર રાખવી જરૂરી : આવશ્યક ચીજોનો યોગ્ય પુરવઠો સતત જાળવી રાખજો : દવાઓનો પુરતો સ્ટોક રાખવા પણ આદેશ

નવી દિલ્હી તા.16
દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ સામે એક બાદ એક રાજય વિક એન્ડ સહિતના લોકડાઉન લાદી રહ્યા છે અને તે સમયે લોકોને એ પણ ભય છે કે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર પણ લોકડાઉન લાદી શકે છે.

તેથી બજારમાં ખરીદીની ભીડ ન સર્જાય અને લોકોને જીવન જરૂરીયાતની ચીજો ઉપલબ્ધ બની રહે તે જોવા કેન્દ્ર સરકારે તમામ રાજય સરકારોને આદેશ આપ્યો છે. તથા એ પણ જોવા જણાવ્યું છે કે હાલની સ્થિતિમાં કોઇપણ જરૂરી આવશ્યક ચીજોના ભાવમાં વધારો થાય નહી અથવા તો તે કાળાબજારમાં પહોંચી ન જાય તે પણ રાજય સરકારે જોવાનું રહેશે. કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલયના એડીશ્નલ સેક્રેટરી નીધી ખરેએ તમામ રાજયોને એક પત્ર લખીને કહ્યું છે

કે કોરોનાના ટેસ્ટમાં થયેલી અચાનક વૃઘ્ધિથી સામાન્ય લોકો આવશ્યક ચીજો અંગે ચિંતીત બન્યા છીએ અને લોકડાઉનના ભયના કારણે વધુ પડતી ખરીદી પણ કરશે તેવી ચિંતા સર્જાઇ છે અને તેનાથી આવશ્યક ચીજોની તંગી ઉભી થઇ શકે છે. કેન્દ્રના મંત્રાલય દ્વારા રાજયોને આવશ્યક ચીજો અને દવાનો પુરવઠો જળવાઇ રહે તે માટે આવશ્યક પગલાઓ લેવા માટેની સૂચના આપી છે અને એ પણ જણાવ્યું છે કે આ ચીજોના ભાવ વધે નહી

તે પણ રાજયએ જોવાનું રહેશે અને સતત પુરવઠો ઉપલબ્ધ બની રહે તેની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. કોઇપણ સમયે કિંમતોમાં વધારો થવો જોઇએ નહી. રાજયોને આ માટે બજારમાં સતત મોનીટરીંગ કરવા પણ જણાવાયું છે અને આ માટે હેલ્5 લાઇન પણ જાહેર કરવા સૂચના આપી છે.


Related News

Loading...
Advertisement