ચાંદીનો ભાવ 70,000ને વટાવી ગયો : સોનામાં ઉથલપાથલ : 10 ગ્રામના 48400

17 April 2021 07:57 AM
Business
  • ચાંદીનો ભાવ 70,000ને વટાવી ગયો : સોનામાં ઉથલપાથલ : 10 ગ્રામના 48400

રાજકોટ, તા. 16
ભારતમાં કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીમાં ફરી તેજીનો માહોલ બંધાઇ ગયો છે. ઉથલપાથલ વચ્ચે ભાવો વધતા રહ્યા છે. રાજકોટમાં દસ ગ્રામ સોનુ રૂા. 48400 થયુ હતું. ચાંદીનો ભાવ 70000ની સપાટી વટાવીને 70400 થઇ હતી. વિશ્વબજારમાં અનુક્રમે 1767 ડોલર તથા ચાંદીમાં 25.94 ડોલરનો ભાવ હતો. સોની વેપારીઓના કહેવા પ્રમાણે વૈશ્વીક તેજીની અસરે સોનુ ગઇરાત્રે રૂા. 600 તથા ચાંદીમાં 1000નો ઉછાળો નોંધાયો હતો. વિશ્ર્વબજાર આજે પણ તેજ હતુ છતાં ડોલર સામે રૂપિયો મજબુત થવાની અસરે ઘરઆંગણે આજે ભાવો થોડા દબાયા હતા. ટ્રેન્ડ મજબુત જ ગણવામાં આવે છે. કોરોનાની સ્થિતિ ગંભીર સ્વરૂપ પકડતી હોવાના કારણોસર રોકાણકારોનો એક વર્ગ સોના-ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ તરફ વળી રહ્યો છે.


Related News

Loading...
Advertisement