ભાવનગરમાં કોરોનાના નવા ૧૯૭ કેસ, ૧૧૬ દર્દીઓ સાજા થયા

17 April 2021 10:27 AM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં કોરોનાના નવા ૧૯૭ કેસ, ૧૧૬ દર્દીઓ સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૮,૫૭૯ કેસો પૈકી ૧,૨૦૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.16
ભાવનગરમાં આજરોજ ૧૯૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૮,૫૭૯ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૬૭ પુરૂષ અને ૪૫ સ્ત્રી મળી કુલ ૧૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં ભદ્રાવળ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૨, તળાજા ખાતે ૮, તળાજા તાલુકાના ટાઢાવડ ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં રાળગોન ગામ ખાતે ૧, તળાજા તાલુકાના વેજોદરી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, પાલીતાણા તાલુકાના મોખડકા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના મોટી ધરાઇ ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં બેકડી ગામ ખાતે ૨, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વેળાવદર ગામ ખાતે ૪, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૭, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના સુરનગર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના શેઢાવદર ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૫, મહુવા તાલુકાના કાળસાર ગામ ખાતે ૨, મહુવા તાલુકાના મોટા આસરાણા ગામ ખાતે ૧, મહુવા તાલુકાનાં બગદાણા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કળમોદર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના બેલમપર ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૨, ઘોઘા તાલુકાનાં અવાણીયા ગામ ખાતે ૨, પાલીતાણા તાલુકાના મોખડકા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભૂંભલી ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કોળીયાક ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાનાં માલણકા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સાંખડાસર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાનાં પાંચટોબરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં બેલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં થોરાળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં માખણીયા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં કંથારીયા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં ઊંડવી ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં પીંગળી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં થોરડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં ટાણા ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૮૫ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૯ અને તાલુકાઓમાં ૪૭ કેસ મળી કુલ ૧૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૮,૫૭૯ કેસ પૈકી હાલ ૧,૨૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં કુલ ૭૬ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement