કોરોનાના કેસ વધતા શ્રી શંખેશ્ર્વર તીર્થમાં તા.30 સુધી દર્શન, પૂજા તથા સર્વધાર્મિક વિધિઓ પર બ્રેક

17 April 2021 11:51 PM
Ahmedabad Dharmik
  • કોરોનાના કેસ વધતા શ્રી શંખેશ્ર્વર તીર્થમાં તા.30 
સુધી દર્શન, પૂજા તથા સર્વધાર્મિક વિધિઓ પર બ્રેક

શંખેશ્ર્વરમાં તા.16 થી 19 સુધી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત

રાજકોટ તા.17
જૈનોનુ પરમ આસ્થાનું મહાતીર્થ શ્રી શંખેશ્વર તીર્થમાં આગામી તા.30 સુધી માંગલિક કરવામાં આવેલ છે. સર્વે પ્રકારના દર્શન, પૂજા તથા સર્વ ધાર્મિક વિધિઓ માંગલિક (બંધ) રહેશે. જિનાલયમાં કોઈપણ ભાગ્યશાળીને પ્રવેશ મળશે નહિ. કોરોના મહામારીના કારણે આ પગલુ લેવામાં આવેલ છે તેમ શેઠ જીવણદાસ ગોડીદાસ શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથજી જૈન દેરાસર ટ્ર્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.


સ્વયંભૂ લોકડાઉન
શંખેશ્ર્વરમાં કોરોના પોઝીટીવના કેસ વધી જતા તા.16 થી 19ના સોમવારના 6 વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. માત્ર તબીબી સેવા તથા દૂધ ડેરી સિવાય તમામ સેવાઓ બંધ રહેશે તેમ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની કચેરી- શંખેશ્ર્વરની યાદીમાં જણાવાયુ છે.


Related News

Loading...
Advertisement