સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વેપાર-ધંધા બંધ : ગામડામાં સ્વયં શિસ્ત

18 April 2021 12:25 AM
Bhavnagar Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વેપાર-ધંધા બંધ : ગામડામાં સ્વયં શિસ્ત

ભાવનગરના 32 વેપારી સંગઠનો જોડાયા : ગોંડલ, વેરાવળ, વિસાવદર, રાજુલા, બાબરા પંથકમાં ગ્રામ પંચાયતોની કડકાઇ

રાજકોટ તા.17
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગામે ગામ છુટાછવાયા સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે. જુદા-જુદા વેપારી અને ઔદ્યોગિક સંગઠનો શનિ-રવિ વેપાર-ધંધા બંધ રાખી રહ્યા છે. આથી બે દિવસમાં કોરોના ચેઇન તોડવામાં થોડી મદદ મળે તેવી આશા છે.
ભાવનગરમાં મેયરે પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા લોકોને અપીલ કરી છે. વિસાવદર, સોમનાથ, અમરેલી, પંથકના ગામોમાં બજારો સ્વૈચ્છીક બંધ થઇ છે. વિસાવદરમાં પણ સ્વયંભૂ લોકડાઉન છે.


ભાવનગર
ભાવનગરમાં કોરોના સંક્રમણની ગતિ તેજ થતા આજે વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન પાડયુ છે. શહેરના 32 વેપારી એસોસીએશન દ્વારા શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છીક લોકડાઉનને સમર્થન આપવામાં આવ્યું છે. કોરોનાનાં કેસો રેકોર્ડગતિએ રોજ રોજ વધી રહ્યા છે. ત્યારે આજ શનિવારથી બે દિવસ ભાવનગર સ્વૈચ્છીક બંધ પાળશે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરથી અપીલને ભાવનગરનાં 32 વેપારી એસોસીએશન દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે. આજે શનિવારે બજારો બંધ રહી હતી.
શહેર ઉપરાંત તાલુકા મથકોએ પણ સ્વયંભુ લોકડાઉન રહ્યું છે. કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે શહેરની સાથે તાલુકા મથકો જેવા કે મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા પણ વેપારીઓ સ્વયંભુ લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. દરમ્યાન ભાવનગરનાં મેયર કિર્તીબેન દાણીધારીયાએ સ્વૈચ્છીક લોકડાઉનમાં સહકાર આપવા લોકોને અપીલ કરી છે.


ગોંડલ સોનીબજાર
ગોંડલના સોની વેપારીઓ ધ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિ ને જોતા ગોંડલ સોનીબજાર 26.4.2021 સુધી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે 3 પછી સોની બજાર બંધ રહેશે તેવુ સોની સમાજ પ્રમુખ મુકેશભાઈ પાટડિયા.મંત્રી નલિનભાઈ જડિયા ની યાદીમાં જણાવાયું છે.


વિસાવદર
વિસાવદર તાલુકા અને શહેર માં કોરોના ના કેશો વધી રહિયા છે ત્યારે તાલુકાના ઘણા ગામો માં સ્વયંભૂ લોક ડાઉન કરી રહ્યા છે. જેમાં જેતલવડ. કાલાવડ.કાલસારી સહિત ના ગામો માં લોકો દ્વારા બપોર બાદ સ્વયંભૂ લોક ડાઉન કરવમાં આવી રહ્યું છે. જેતલવડ ગામના સરપંચ પરષોત્તમભાઈ. નાથાભાઈ મહેતા.સભ્ય અરવિંદભાઈ .મહેતા.ભીખુભાઈ .ગોવિંદભાઇ અગવાન સહિત ના આગેવાનો દ્વારા ગ્રામ જનો ને આપીલ કરવામાં આવી હતી.


વેરાવળ
જીલ્લાએ મથક વેરાવળમાં સ્વૈ ચ્છીરક લોકડાઉનને અસંમજસની સ્લિાતિ પ્રર્વતી છે. અઠવાડીયા પૂર્વે નગરપાલીકા પ્રમુખના અઘ્ય2ક્ષ સ્થાલને શહેરના જુદા-જુદા વેપારી એસો. ના હોદેદારોની મળેલ બેઠકમાં આંશીક લોકડાઉનની જાહેરાત કરાયેલ હતી દરમ્યાનન આજે પ્રાંત અઘિકારીએ કચેરીમાં વેપારી આગેવાનોને બોલાવી સ્વકયંભુ લોકડાઉન કરવા અપીલ કરી હતી જેના પ્રત્યુમતરમાં વેપારી આગેવાનોએ તા.17 એપ્રીલ થી તા.1 મે સુઘી આંશીક લોડાઉનની સોશીયલ મિડીયામાં જાહેરાત કરી દીઘેલ જે મુજબ લોકડાઉનના આ સમયગાળામાં શહેરમાં સાંજે 4 વાગ્યાા સુઘી તમામ દુકાનો ખુલ્લીડ રહેશે ત્યા રબાદ સ્વૈ1ચ્છીવક બંઘ કરવાનું જણાવેલ છે.
સુવર્ણકાર મિત્રો આજે શનિવાર થી તા.1 મે ના શનિવાર સુધી સવાર થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખશે અને ત્યારબાદ દુકાન બંધ રાખવા એસો. ના પ્રમુખ ગિરીશભાઇ પટ્ટ, ઉપપ્રમુખ હિતેશભાઇ શાહ, સેક્રેટરી ધનપાલભાઇ શાહ એ એક સંયુકત યાદીમાં જણાવેલ છે.


ડુંગર
કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે ડુંગર ગામે વેપારીઓ દ્વારા 18 એપ્રિલ સુધી સવારે 11 થી પ વાગ્યા સુધી અને રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી દુકાનો બંધ રહેશે. સવારે 8 થી 11 ત્રણ કલાક અને સાંજે પ થી 8 વાગ્યા સુધી ત્રણ કલાક માટે દુકાનો સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરજિયાત માસ્ક સાથે દુકાનો ખુલ્લી રહેશે. જેમાં ડુંગર, માંડળ, કુંભારીયા જેવા અનેક ગામોમાંવેપારીઓ દ્વારા સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું હતું.


કોવાયા
રાજુલા તાલુકાના કોવાયા ગામે હાલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવાના હેતુથી સ્વયંભૂ લોકડાઉન કરવા રાજુલા તાલુકા પંચાયતનાં પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રાની અઘ્યક્ષતામાં ગ્રામ પંચાયત કોવાયા તથા ગામના દરેક સમાજના આગેવાનોને ગ્રામ પંચાયત કચેરીએ હાજર થઈ આ બાબતે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી. તા.30/4 સુધી સ્વયંભૂ લોકડાઉન રહેશે. દરેક દુકાનદારે સવારના 7 થી 10 સુધી જ દુકાન ખુલી રાખવી. સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત રહેશે.


કોટડાપીઠા
બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે કોવિડ-19ના સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત કોટડાપીઠા દ્વારા ગામના તમામ વેપારીની મિટીંગ રાખવામાં આવેલ. જેમાંથી તા.30/4 સુધી સવારના 6 થી ર સુધી જીવન જરૂરિયાતની દુકાન ખુલ્લી રાખી શકાશે. ત્યારબાદ તમામ દુકાનો સંપૂર્ણ બંધ રહેશે.


ધોકડવા
ગીરગઢડાના ધકડવા ગામે કોરોનાનું સંક્રમણ વધતા દિનપ્રતિદીન કેસો બહાર આવી રહ્યા છે. ત્યારે ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રામ પંચાયત તેમજ વેપારીઓ દ્વારા સર્વાનુમત આજથી 20 એપ્રિલને મંગળવાર સુધી સ્વૈછીક સંપૂર્ણ લોકડાઉનની જાહેર કરેલ છે. જેમાં તમામ નાના મોટા વેપારી પોતાની દુકાન, શાકમાર્કેટ સહીત બંધ રાખવા નિર્ણય લીધેલ છે.


બગસરામાં કોવિડ સેન્ટર ખોલવા માંગ
બગસરા ભાજપ અગ્રણી નિતેષ ડોડીઆએ કલેકટરને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, હાલની કોરોનાની પરિસ્થિતિને ઘ્યાને લેતા બગસરા શહેર તથા તાલુકાનાં ગામો તેમજ જુનાગઢ જીલ્લાનાં બગસરા તાલુકાને અડીને આવેલ ગામોનાં લોકોને કોરોનાની પરિસ્થિતિ સમયે બગસરા થઈ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવું પડે છે. ત્યારે હાલ કેસો વધી રહૃાા હોય ત્યારે બગસરા શહેરનું જુનુ સીએચસી સેન્ટરમાં લગભગ 100 બેડની ક્ષમતાની વ્યવસ્થા થઈ શકે તેમ છે. જેનાથી શહેર તેમજ આજબાજુના ગ્રામ્ય લોકોને સારવાર મળી શકે તેમ હોય. આ અંગે સંપૂર્ણ વ્યવસ્થા સાથેનું સેન્ટર ઉભુ કરવામાં આવશે તો ખૂબ જ ફાયદાકારક થશે અને લોકોની હાલાકીની મસ્યાનો પણ આ વ્યવસ્થાથી લાભ મળનાર હોય. ત્યારે આ જગ્યાનો ઉપયોગ કરી સસંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવા અંતમાં માંગ કરેલ છે.


Related News

Loading...
Advertisement