ગોંડલ રામજી મંદિરના સંત પૂ.હરિચરણદાસજી મ.નો કાલે 100માં વર્ષમાં પ્રવેશ: સમગ્ર વર્ષ ઉજવણી કરાશે

18 April 2021 12:39 AM
Gondal Dharmik
  • ગોંડલ રામજી મંદિરના સંત પૂ.હરિચરણદાસજી મ.નો કાલે 100માં વર્ષમાં પ્રવેશ: સમગ્ર વર્ષ ઉજવણી કરાશે

પરમ વંદનીય સદ્ગુરૂદેવ પૂ.રણછોડદાસજી બાપુના કૃપાપાત્ર

રાજકોટ તા.17
પરમ વંદનીય સદ્ગુરૂ દેવ પૂ.રણછોડદાસજી બાપુના કૃપાપાત્ર, ગોંડલ રામજી મંદિરના પૂ.હરિચરણદાસજી મહારાજનો આવતીકાલ તા.18ના રવિવાર (ચૈત્ર સુદ 6)ના 99મો જન્મદિન છે. હજારો અનુયાયીઓમાં પૂ.હરિચરણદાસજી બાપુની 100મી જન્મજયંતિ ઉજવવાનો અનેરો ધર્મોલ્લાસ છે. આવતીકાલ તિથિ પ્રમાણે પૂ.હરિચરણદાસજી બાપુ 100મા વર્ષમાં પ્રવેશ કરશે. તે નિમિતે આખુ વર્ષ શતાબ્દી મહોત્સવ તરીકે ઉજવાશે.


હાલ કોરોનાના સંક્રમણના કારણે જાહેરમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમો યોજાનાર નથી પરંતુ અનુયાયીઓ પોતાના ઘરે રહીને અનુષ્ઠાનો કરશે અને તેમના દીર્ઘ આયુષ્ય માટે પરમાત્માને પ્રાર્થના કરશે.પરમ વંદનીય, નિસ્પૃહી સંત પૂ.હરિચરણદાસજી બાપુ આવતીકાલે 99 વર્ષ પૂર્ણ કરીને 100મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. હાલ તેઓ ગોંડલ રામજી મંદિર ખાતે બિરાજમાન છે. રાજકોટ, પુષ્કર સહિત છ સ્થાનો પર આવતીકાલે સરકારી ગાઈડલાઈન અનુસાર પૂજન, પ્રાર્થના તથા અનુષ્ઠાનો થશે.


Related News

Loading...
Advertisement