સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિસ્ચાર્જ દર્દીની સરખામણીએ બમણા કેસ

18 April 2021 12:48 AM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિસ્ચાર્જ દર્દીની સરખામણીએ બમણા કેસ

છેલ્લા 24 કલાકમાં 1826 પોઝીટીવ કેસ સામે 911 દર્દી સ્વસ્થ : રાજકોટ જિલ્લામાં રેકર્ડ બ્રેક 759 કેસથી ગભરાટ : કોર્પોરેશન વિસ્તારના જિલ્લાઓમાં સંક્રમણ કાબુ બહાર : કચ્છમાં નવા 89 કેસ : અનેક જિલ્લામાં સ્વૈચ્છીક લોકડાઉન થવા લાગ્યા : સંસ્થાઓ મદદ માટે તૈયાર

રાજકોટ તા.17
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના લહેરમાં કેસમાં વધારો થતાં સ્વૈચ્છીક લોકડાઉન શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં થવા લાગ્યા છે. ખાનગી-સરકારી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થામાં સરકારી અને આરોગ્ય તંત્ર વામણુ પુરવાર થતા અનેકવિધ સંસ્થાઓ કોવિડ કેર સેન્ટર ખોલવા આગળ આવી આફત વેળાએ મદદરૂપ બની રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણની ચેન તોડવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં આંકમાં સતત વધારો નોંધાયો છે.
રાજકોટ જિલ્લામાં રેકર્ડ બ્રેક પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ જિલ્લામાં 707 શહેર પર ગ્રામ્ય કુલ 759, જામનગર 192 શહેર 122 ગ્રામ્ય કુલ 314, ભાવનગર 112 શહેર, 85 ગ્રામ્ય કુલ 197, જૂનાગઢ 74 શહેર 61 ગ્રામ્ય કુલ 135, અમરેલી 92, સુરેન્દ્રનગર 69, મોરબી-પપ, બોટાદ 40 ગીર સોમનાથ 32, દ્વારકા 29, પોરબંદર 1પ અને કચ્છમાં 89 મળી કુલ 1826 પોઝીટીવ કેસ નોંધાયા છે.
જયારે રાજકોટ 435, જામનગર 220, ભાવનગર 79, જૂનાગઢ 80, અમરેલી 33, સુરેન્દ્રનગર 14, મોરબી 12, બોટાદ-2, ગીર સોમનાથ 12, પોરબંદર-10, કચ્છ 26 સહિત 911 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ પ2 અને જામનગર 58 દર્દી, મોરબી 4, સુરેન્દ્રનગર-3, દ્વારકા 1 દર્દીના મોત નોંધાયા છે.
રાજયમાં નવા 8920 પોઝીટીવ કેસ સામે 3387 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજયનો રીકવરી રેટ 85.73 ટકા નોંધાયો છે.
રાજકોટ
સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણમાં રેકર્ડ બ્રેક પોઝીટીવ આંક સાથે મૃત્યુઆંક ભયાવહ બની રહ્યો છે. ખાનગી સરકારી હોસ્પિટલોમાં નવા બેડની સુવિધા વધારવા છતાં બેડની અછત સર્જાતા ના છુટકે દર્દીઓને હોમ કવોરન્ટાઇન થવુ પડે છે. હોમ કવોરન્ટાઇન દર્દીઓ માટે કેટલીક ખાનગી હોસ્પિટલ પેકેજ મુજબ સારવારની વ્યવસ્થા પુરી પાડી રહી છે. કોરોના વેકસીન રસીકરણ સાથે કોરોના પોઝીટીવ આંક રોજીંદો વધી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 759 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં 707 શહેર અને પ2 ગ્રામ્ય મળી 759 પોઝીટીવ કેસ સાથે 435 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
રાજકોટ શહેરનો કુલ આંક 2પ624 અને ગ્રામ્ય 2644 સહિત જિલ્લાનો કુલ આંક 34258 નોંધાયો છે.
હાલ 4312 શહેર અને પ23 ગ્રામ્ય સહિત 4835 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના ગ્રસ્ત પર દર્દીઓના મોત નોંધાયા છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિસ્ચાર્જ દર્દીઓ સામે પોઝીટીવ કેસ બમણી સંખ્યામાં નોંધાઇ રહ્યા છે.

 


Related News

Loading...
Advertisement