વેરાવળ સિવિલમાં 16 દિવસમાં 39 કોરોના દર્દીઓના મોત : ઓકસીજન બેડની તીવ્ર અછત

18 April 2021 12:53 AM
Veraval Saurashtra
  • વેરાવળ સિવિલમાં 16 દિવસમાં 39 કોરોના
દર્દીઓના મોત : ઓકસીજન બેડની તીવ્ર અછત

વધતા જતા કોરોના સંક્રમણને ઘ્યાને લઇ ધારાસભ્ય ચુડાસમાની મુલાકાત

વેરાવળ તા.17
ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાં કાર્યરત જીલ્લાાકક્ષાની સિવીલની કોવિડ હોસ્પીડટલમાં ઓકસીજનની કમી અને જરૂરી સુવિઘાના અભાવ અંગે સામે આવેલા અહેવાલો અને લોક ફરીયાદો વચ્ચેો આજે સોમનાથના કોગી ઘારાસભ્યલ વિમલભાઇ ચુડાસમાએ હોસ્પીસટલની મુલાકાત લઇ અઘિકારીઓ પાસેથી સારવાર અને એડમીટ દર્દીઓની વિગતો જાણી હતી જેમાં છેલ્લાડ 16 દિવસમાં હોસ્પીમટલમાં 39 થી વધુ દર્દીઓના મૃત્યુ ગયા હોવાના ઘટસ્ફોટ સાથે અમુક બેડો ખાલી હોવા છતાં ઓક્સીજનના અભાવે સિમિત સંખ્યામાં જ દર્દીઓને સારવાર આપી શકાતી હોવાથી દર્દીઓ વેઇટીંગમાં હોવાનો ચોકાવનારી વિગતો હોસ્પીલટલના અઘિકારીઓ પાસેથી સાંભળી ઘારાસભ્યી ખુદ ચોકી ઉઠયા હતા. આ પરિસ્િંભ તિ માટે રાજય સરકાર અને આરોગ્યદ મંત્રી જવાબદાર હોવાનો આક્ષેપ ઘારાસભ્ય એ કરેલ હતો.


વેરાવળની કોવિડ હોસ્પીગટલની મુલાકાત અંગે સોમનાથના કોંગી ઘારાસભ્યડ વિમલભાઇ ચુડાસમાએ જણાવેલ કે, અત્રેની સિવીલ હોસ્પી્ટલમાં એમ.ડી. જેવા નિષ્ણાંનત તબીબોની નિમણુંક કરવા, સીટી સ્કે ન મશીન મુકવા જેવી દર્દીઓને જરૂરીયાતની સુવિઘા વઘારવા તાજેતરમાં વિઘાનસભાના સત્ર દરમ્યાંન જ રાજય સરકાર અને આરોગ્યન મંત્રીને લેખિત-મૌખીક રજુઆતો કરી હતી. હાલ કોરોના મહામારીનો સમય ચાલી રહયો હોવાથી હોસ્પીનટલમાં વ્હે લી તકે ખુટતી તમામ સુવિઘાઓ પુરી પાડવા માંગણી કરી હતી તેમ છતાં સરકાર અને મંત્રીએ કોઇ ઘ્યાાન ન આપ્યુી હોવાથી હાલ ગીર સોમનાથના દર્દીઓ પરેશાની ભોગવી રહયા છે. આ મુલાકાત વેળાએ હોસ્પીનટલના અઘિક્ષક ડો.પરમાર પાસેથી જાણવા મળયા મુજબ છેલ્લાન 16 દિવસમાં જ 39 થી વઘુ દર્દીઓના મૃત્યુણ થયા છે. હોસ્પીખટલમાં 100 બેડની સુવિઘા હોવા છતા ઓકસીજનની કમીના કારણે સિમિત સંખ્યાસમાં દર્દીઓને સારવાર આપી શકાય તેવી િસ્તિેતિ છે. હાલ હોસ્પીયટલમાં 75 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને અમુક દર્દીઓ વેઇટીંગમાં છે. ઓકસીજનની કમી હોવાના કારણે બેડ ખાલી હોવા છતાં નવા દર્દીઓને એડમીટ કરી શકાતા નથી.


વઘુમાં ઘારાસભ્ય વિમલભાઇ ચુડાસમા એ જણાવેલ કે, ગત વર્ષે કોરોનાકાળના સમયથી વેરાવળની જીલ્લાખકક્ષાની કોવિડ હોસ્પીનટલમાં ખુટતી સુવિઘા પુરી પાડવા લેખીત-મૌખીક રજુઆતો કરવા છતા આજદીન સુઘી જવાબદાર આરોગ્યડ મંત્રીએ કોઇ કાર્યવાહી કરી હોય તેવું જણાતુ નથી. જેના કારણે સોમનાથ જીલ્લાાની પ્રજાને કોરોનાની સારવાર માટે વલખા મારવા પડી રહયા છે.


Related News

Loading...
Advertisement