કોરોનાના દર્દીઓને રાહત : HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂા.3000 નક્કી કરાયો

18 April 2021 02:10 AM
Gujarat
  • કોરોનાના દર્દીઓને રાહત : HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂા.3000 નક્કી કરાયો

ગુજરાતમાં કોઈપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી ઇંછઈઝ સીટીસ્કેનના નિયત ભાવથી વધારે લેતા જણાશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે, મુખ્યમંત્રીની જાહેરાત

રાજકોટ તા.17
ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- એસીસીટી થોરએક્સના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યો છે. આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે, અને એસીસીટી રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે. કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે એસીસીટી સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે.


ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી એસીસીટી સીટી સ્કેનના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે એસીસીટી એટલે કે, ઇંશલવ છયતજ્ઞહીશિંજ્ઞક્ષ ઈજ્ઞળાીયિંમ ઝજ્ઞળજ્ઞલફિાવુ એ એડવાન્સ ટેકનિક છે, જેનાથી ફેફસાંના રોગોનું ચોક્કસ નિદાન કરી શકાય છે. જ્યારે દર્દીને કોરોનાના લક્ષણો હોય પણ આરટી- પીસીઆર ટેસ્ટ પણ નેગેટિવ આવતો હોય તો અંતે એસીસીટી એટલે કે સીટી સ્કેન કરવામાં આવે છે.


Related News

Loading...
Advertisement