રાજકીય કાર્યક્રમોમાં ભીડ એકઠી નહીં થવા દેવાય: રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિશે મને ખબર નથી: સી.આર.પાટીલ

18 April 2021 02:26 AM
Rajkot Government Gujarat
  • રાજકીય કાર્યક્રમોમાં ભીડ એકઠી નહીં થવા દેવાય: રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિશે મને ખબર નથી: સી.આર.પાટીલ
  • રાજકીય કાર્યક્રમોમાં ભીડ એકઠી નહીં થવા દેવાય: રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિશે મને ખબર નથી: સી.આર.પાટીલ

લોકસભા, ધારાસભા, મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં દરેક બેઠકની ઝીણામાં ઝીણી વિગત રાખતાં ભાજપના પ્રદેશ પ્રમુખ રાજકોટની ‘કથળેલી’ સ્થિતિથી અજાણ ! : અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે એટલે સૌએ ખભેખભા મીલાવીને કામ કરવું પડશે: રાજકોટ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત

રાજકોટ, તા.17
આજે જસદણ ખાતે કોવિડ કેરના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે અજ્ઞાનતા વ્યક્ત કરતાં જબરું આશ્ર્ચર્ય સર્જાયું હતું. પત્રકારોએ રાજકોટમાં કોરોનાને કારણે કાબૂ બહાર જઈ રહેલી પરિસ્થિતિ, બેડ માટે દર્દીઓની રઝળપાટ, મૃતદેહ મેળવવા માટે આમથી તેમ ભટકવું પડતું હોવા વિશે પાટીલને પૂછતાં તેમણે નિખાલસપણે કબૂલાત કરી હતી કે ‘રાજકોટની સ્થિતિ વિશે મને કશી ખબર નથી !’ લોકસભા, ધારાસભા, મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં દરેક બેઠક, દરેક કાર્યકર વિશે ઝીણામાં ઝીણી વિગત ધરાવતાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને રાજકોટમાં કોરોના મુદ્દે શું ચાલી રહ્યું છે તેની જાણકારી જ ન હોવાનું બહાર આવતાં ચર્ચાએ જોર પકડ્યું છે.


પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે હાલ અત્યંત કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે લોકોએ ધીરજ અને ધૈર્યપૂર્વક ખભેખભા મીલાવીને કામ કરવાની જરૂર છે અને અત્યારે એ જ રીતે કામ ચાલી રહ્યું છે. દરમિયાન રાજકીય કાર્યક્રમોમાં એકઠી થઈ રહેલી ભીડ વિશે પાટીલને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે મારી પાસે પણ ટોળા એકઠાં થયા હોય તેવી તસવીરો આવી છે જે જોઈને મેં તુરંત જ કાર્યકરોને આ રીતે ટોળા સ્વરૂપે એકત્ર ન થયા અને મર્યાદિત સંખ્યામાં જ ભેગા થવા માટે સુચના આપી છે. (જો કે તેમણે આ
રીતે એકઠા થવાની મનાઈ ફરમાવી નથી !)


અત્રે ઉલ્લેખનીય છે કે પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં સુરત સહિતના શહેરોનો જ ઉલ્લેખ કર્યો હતો પરંતુ રાજકોટનો ‘ર’ પણ ઉચ્ચાર્યો નહોતો.
તેઓ જસદણ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે અને કાર્યક્રમ પૂર્ણ કરીને પરત રાજકોટ એરપોર્ટથી ચાર્ટર પ્લેન મારફતે ગાંધીનગર પરત ફરી જશે.


Related News

Loading...
Advertisement