ગુજરાતમાં કોરોના કાબુ બહાર : નવા 8920 કેસ, 94 દર્દીઓના મૃત્યુ

18 April 2021 02:55 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કોરોના કાબુ બહાર : નવા 8920 કેસ, 94 દર્દીઓના મૃત્યુ

વધુ 3387 દર્દીઓ સાજા થયા, કુલ મૃત્યુઆંક 5170, એક્ટિવ કેસ વધીને 49000 થઈ ગયા : 283 દર્દીઓ વેન્ટીલેટર પર : રિકવરી રેટ ઘટીને 85.73 ટકા થઈ ગયો : કુલ સંક્રમિતોની સંખ્યા 3.84 લાખને પાર

રાજકોટ, તા.17
કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જ આજે ગુજરાતમાં 8900થી વધુ નવા કેસો સામે આવ્યા છે. એ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 3.84 લાખને પાર થઈ ગઈ છે. એક્ટિવ કેસ વધીને 49000ની સંખ્યા વટાવી ચુક્યા છે. રિકવરી રેટ ઘટીને 85.73 ટકા થઈ ગયો છે.

ગુજરાતમાં જીવલેણ કોરોનાએ માજા મુકી છે,છેલ્લા 24 કલાકમાં 94 દર્દીઓના મોત થયા છે જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 26, રાજકોટમાં 13, વડોદરામાં 9, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં ર, જામનગરમાં 4, સાબરકાંઠામાં ર, દેવભૂમિ દ્વારકામાં 1, મહિસાગરમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1 અને વલસાડમાં 1 દર્દીએ દમ તોડયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 8920 કેસો નોંધાયા છે. 94 દર્દીઓના મૃત્યુ થયા છે. 3387 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 283 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 49445 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 5170 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 384688 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ 2898, સુરત 1920, રાજકોટ 759, વડોદરા 600, મહેસાણા 330, જામનગર 314, ભાવનગર 197, ભરૂચ 173, ગાંધીનગર 142, જુનાગઢ 135, પાટણ 125, નવસારી 117, બનાસકાંઠા 110, અમરેલી 92, દાહોદ 91, કચ્છ 89, આણંદ 81, પંચમહાલ 79, તાપી 78, સુરેન્દ્રનગર 69, નર્મદા 67, સાબરકાંઠા 66, મહિસાગર 62, મોરબી 55, વલસાડ 52, ખેડા 46, બોટાદ 40, ગીર સોમનાથ 32, દેવભૂમિ દ્વારકા 29, અરવલ્લી 24, છોટા ઉદેપુર રર, પોરબંદર 15, ડાંગ 11.


Related News

Loading...
Advertisement