દેશભરમાં સૌથી ઉંચો મૃત્યુદર અમદાવાદમાં

18 April 2021 02:58 AM
Ahmedabad Gujarat
  • દેશભરમાં સૌથી ઉંચો મૃત્યુદર અમદાવાદમાં

ગુજરાતનાં કુલ મોતમાંથી અર્ધોઅર્ધ માત્ર અમદાવાદમાં નોંધાયા

અમદાવાદ તા.17
કોરોનાના ખતરનાક સંક્રમણ સામે આખો દેશ ઝઝુમી રહ્યો છે. નવા કેસની સાથોસાથ મૃત્યુ આંકમાં પણ ડરામણો વધારો થઈ રહ્યો છે. જયારે એવો ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે સમગ્ર દેશમાં સૌથી વધુ મૃત્યુદર ગુજરાતના અમદાવાદનો છે.

ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક પાંચ હજારને પાર થઈ ગયો છે. અર્ધોઅર્ધ મોત અમદાવાદમાં નોંધાયા છે. 2500 થી વધુ મોત ધરાવતો દેશનો દસમો જીલ્લો બન્યો છે. દસ જીલ્લાઓનાં મૃત્યુદરનાં વિશ્ર્લેષણમાં એવુ બહાર આવ્યુ છે કે સૌથી વધુ 2.7 ટકાનો મૃત્યુ દર અમદાવાદનો જ છે.

ગુજરાતના કુલ મોતમાંથી અર્ધોઅર્ધ અમદાવાદનાં છે. તામીલનાડૂના દર ત્રીજા મોતમાંથી એક ચેન્નાઈમાં તથા મહારાષ્ટ્રમાં કુલ મોતમાં ચારમાંથી એક મુંબઈમાં થઈ રહ્યું છે. તબીબી નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ગીચ વિસ્તારો તથા વ્યકિતની ઈમ્યુનીયી સંક્રમણ તથા મોતમાં મોટો ભાગ ભજવે છે.

અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી શહેર માટે કોરોનાની પ્રથમ લહેર પણ ઘણી ખતરનાક બની હતી અને ત્યારે એક દિવસના સૌથી વધુ 39 મોત નોંધાયા હતા. કોરોના નબળો પડયો જયારે મૃત્યુદર પણ નીચો આવી ગયો હતો જે હવે ફરી વેચવા લાગ્યો છે અને ગઈકાલે આંકડો 26 પર પહોંચ્યો હતો.

દેશમાં સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં
2500 થી વધુ મોત થયા હોય તેવા જીલ્લાઓનો મૃત્યુદર
જીલ્લો - મોત - મૃત્યુદર
અમદાવાદ - 2568 - 2.7 ટકા
મુંબઈ - 12250 - 2.2 ટકા
કોલકતા - 3191 - 2.1 ટકા
24 પરગણા - 2580 - 1.9 ટકા
ચેન્નાઈ - 4361 - 1.6 ટકા
દિલ્હી - 11793 - 1.5 ટકા
થાણે - 6360 - 1.4 ટકા
નાગપુર - 4438 - 1.4 ટકા
પુના - 8742 - 1.2 ટકા
નાસીક - 2547 - 1.1 ટકા


Related News

Loading...
Advertisement