હરિદ્વારમાં કુંભમેળાથી આવેલા 13 સુરતીઓ કોરોના પોઝીટીવ

18 April 2021 03:45 AM
Surat Gujarat
  • હરિદ્વારમાં કુંભમેળાથી આવેલા 13 સુરતીઓ કોરોના પોઝીટીવ

15 થી 20 દીમાં 300 યાત્રીઓનાં ટેસ્ટીંગ કરાયા: રિપોર્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી કવોરન્ટાઈન રહેવા મનપા કમીશ્નરની સુચના

સુરત તા.17
હવે હરીદ્વારનાં કુંભમેળામાંથી સુરત આવનાર યાત્રીઓનાં કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે.જેમાં છેલ્લા 15-20 દિવસ દરમ્યાન 300 થી વધુ યાત્રીઓ, આવ્યા છે જેમાં 13 યાત્રીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. કુંભમેળામાંથી આવનારા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી આ યાત્રીઓને હોમ કવોરન્ટાઈન રહેવાની સુચના પાલીકા કમી.એ આપી છે. હજુ પણ કુંભમેળામાંથી સુરતમાં અવરજવર ચાલુ જ છે. હરીદ્વારથી પરત આવનારાઓનાં ટોલનાકા પર ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 થી 20 દિવસમાં અહી હરદ્વારથી 300 થી વધુ લોકો આવ્યા છે જેમાં 13 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. કોરોનાએ ગંભીર સ્થિતિ સર્જી છે ત્યારે મનપા કમી.એ ટ્રાવેલીંગ કરવાનું ટાળવાની અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement