આજે બપોર સુધીમાં નવા 248 કેસ : વધુ 14409 લોકોએ ટેસ્ટ કરાવ્યા

18 April 2021 05:16 AM
Rajkot Top News
  • આજે બપોર સુધીમાં નવા 248 કેસ : વધુ 14409 લોકોએ ટેસ્ટ કરાવ્યા

104 હેલ્પલાઇન પર 973 અને 108 પર માત્ર 11 કોલ આવ્યા : કુલ 4312 દર્દી દાખલ : મહાનગરમાં બપોર સુધીમાં નવા દર્દીની સંખ્યામાં આંશિક ઘટાડો : કુલ આંક 26 હજાર નજીક : ગઇકાલે વિક્રમી 707 કેસ નોંધાયા

રાજકોટ, તા. 17
રાજકોટ શહેરમાં કોરોનાના નવા કેસ અને રોજ જાહેર થતા સરકારી મૃત્યુના આંકડાથી પણ લોકો ધ્રુજી રહ્યા છે ત્યારે આજે બપોર સુધીમાં છેલ્લા દિવસોની સરખામણીએ નવા દર્દીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો દેખાયો છે. નવા 248 કેસ સાથે કુલ પોઝીટીવ કેસનો આંકડો ર6 હજાર નજીક પહોંચ્યો છે.

તો ગઇકાલે છેલ્લા દિવસોના સૌથી વધુ 14 હજારથી વધુ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. મહાનગરમાં આજે બપોર સુધીના 248 સહિત કુલ 25872 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ગઇકાલે તા. 16ના રોજ આજ સુધીના કદાચ એક દિવસના સૌથી વધુ 14409 ટેસ્ટ લોકોએ કરાવ્યા હતા. જેમાં પોઝીટીવીટી રેશીયો 4.91 ટકા આવતા આટલા દિવસોના સૌથી વધુ 707 દર્દી નોંધાઇ ગયા હતા. તો શુક્રવારે વધુ 384 દર્દીને રજા પણ આપવામાં આવી હતી.

ગઇકાલની સ્થિતિએ રાજકોટમાં 4312 દર્દી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો સતાવાર મૃત્યુઆંક 215 પર પહોંચ્યો છે. આજ સુધીમાં 82.48 ટકા એટલે કે 21135 દર્દી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે તો કુલ 8.36 લાખ ટેસ્ટમાં આજ સુધીનો સરેરાશ પોઝીટીવીટી રેશીયો 3.06 ટકા પર છે. આજે બપોરે કેસમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ રોજ સાંજે છેલ્લા પાંચ દિવસથી દર્દીઓની સંખ્યા 500 ઉપર જ રહે છે.

છતાં ગઇકાલે 104 હેલ્પલાઇન પર કોલની સંખ્યા પણ સામાન્ય ઘટીને 973 થઇ છે. તો 108 હેલ્પલાઇન પર માત્ર 11 કોલ આવ્યાનું જિલ્લા આરોગ્ય તંત્રના રીપોર્ટમાં જણાવાયું છે. શુક્રવારે વધુ 48550 લોકોનો સર્વે કરવામાં આવતા શરદી, ઉધરસ, તાવના લક્ષણોવાળા 214 દર્દી નોંધાયા હતા. તો 77 ધનવંતરી રથે વધુ 14892 લોકોની ઓપીડી કરી હતી. ગઇકાલે આરોગ્ય કેન્દ્રો પર 5227 લોકોએ કેસ કઢાવ્યા હતા.


Related News

Loading...
Advertisement