જીટીયુ દ્વારા અંતિમ વર્ષની પરીક્ષા પણ ઓનલાઈન લેવાશે

18 April 2021 05:34 AM
Rajkot
  • જીટીયુ દ્વારા અંતિમ વર્ષની પરીક્ષા પણ ઓનલાઈન લેવાશે

મે માસના અંતમાં કસોટી: વિદ્યાર્થીઓએ પેપરમાં 70 એમસીકયુ પ્રશ્ર્નોમાંથી 56ના જવાબ આપવાના રહેશે - કુલપતિ ડો.નવીનભાઈ શેઠ

રાજકોટ તા.17
કોરોના વાયરસની મહામારીના ફૂંફાડાના પગલે સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન ભારેખમ ઉછાળો આવેલ છે. તેની સાથોસાથ કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.

આ સંજોગોમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. (જીટીયુ) દ્વારા સાવચેતીના પગલારૂપે તમામ પરીક્ષા મોકૂફ રાખી ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયેલ છે. જેમા અંતિમ વર્ષની પરીક્ષા પણ યુનિ. હવે ઓનલાઈન જ લેનાર છે. આ સંદર્ભે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કુલપતિ ડો.નવીનભાઈ શેઠે જણાવ્યુ હતુ કે બી.ઈ.સેમ.-8 સહિતના વિવિધ ટેકનીકલ અભ્યાસક્રમોની અંતિમ વર્ષની પરીક્ષા પણ હાલના સંજોગોને ધ્યાને લઈને ઓનલાઈન જ લેવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

અંતિમ વર્ષના વિષયોના પેપર 70-70 ગુણના એમ.સી.કયુ. બેઈઝ કાઢવામાં આવશે જેમાંથી વિદ્યાર્થીઓએ 56 પ્રશ્ર્નો લખવાના રહેશે. અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી મે માસના અંતમા લેવામાં આવશે.યુનિ. દ્વારા મુલત્વી રખાયેલી પરીક્ષા કોરોનાની પરિસ્થિતિ સુધર્યા બાદ ઓનલાઈન લેવામાં આવશે.


Related News

Loading...
Advertisement