એક સારા સમાચાર; એપ્રિલના અંત સુધીમાં 40% ભારતીયોમાં એન્ટીબોડી બની જશે

18 April 2021 05:59 AM
India
  • એક સારા સમાચાર; એપ્રિલના અંત સુધીમાં 40% ભારતીયોમાં એન્ટીબોડી બની જશે

આંતરરાષ્ટ્રીય એજન્સી ક્રેડીટ લુઈસનું તારણ: જેટલી ઝડપથી સંક્રમણ આવ્યું છે તેટલી જ ઝડપથી જશે

નવી દિલ્હી:
કોરોના વાયરસ અને તેનું સંક્રમણ હંમેશા મકકમ જ રહ્યું છે અને તેથી એક તરફ ખતરાની ઘંટી વાગે છે તો બીજી તરફ રાહતના સમાચાર પણ મળે છે અને ક્રેડીટ લુઈસ એન્ડ રીપોર્ટ છે કે જેટલી ઝડપથી ભારતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેટલી જ ઝડપથી ઘટશે. લોકો હાલ ઝડપથી સંક્રમીત થઈ રહ્યા છે અને તેથી આ માસના અંત સુધીમાંજ દેશમાં 40% લોકોમાં એન્ટીબોડીનું સર્જન થશે. ક્રેડીટ લુઈસ એક ફાયનાન્સીયલ કંપ્ની છે જે વિશ્વના ટોચના રોકાણકારોને નાણાકીય ઉપરાંત અર્થતંત્ર, આવક રોકાણને અસર કરતા પરિબળો અંગે અભ્યાસ કરીને માહિતી આપી તેના મુજબ રોકાણના વ્યુહો નિશ્ચીત કરે છે. આ યોજનાના રીપોર્ટ મુજબ ગત ડિસેમ્બરના અંત સુધીમાં ભારતમાં 21% લોકોમાં એન્ટીબોડી વિકસીત થઈ ગયા છે અને એપ્રીલના અંત સુધીમાં તે 40% સુધી પહોંચી જશે. દેશમાં વેકસીનેશનના કારણે 12% લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ છે. આમ એપ્રીલના અંત સુધીમાં 40% ભારતીયો કોરોનાના ખતરાથી બહાર આવી જશે. દેશમાં વેકસીનેશનની ઝડપ વધે તે સૌથી મહત્વનું છે અને કોરોનાના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 50 વર્ષથી વધુ વયના લોકોની ઉંચી છે.


Related News

Loading...
Advertisement