લાલુપ્રસાદ યાદવ હવે જેલમુક્ત થશે: ઝારખંડ હાઈકોર્ટે જામીન મંજુર કયા

18 April 2021 06:07 AM
India
  • લાલુપ્રસાદ યાદવ હવે જેલમુક્ત થશે: ઝારખંડ હાઈકોર્ટે જામીન મંજુર કયા

સીબીઆઈની દલીલો ઝારકંડ હાઈકોર્ટે ફગાવી દીધી

રાંચી તા.17
આખરે લાંબાગાળાના જેલવાસ બાદ બિહારના પુર્વ મુખ્યમંત્રી અને ઘાસચારા કૌભાંડમાં જેલમાં દિવસો ગાળતા લાલુપ્રસાદ યાદવને રાહત મળી છે. ઝારખંડ હાઈકોર્ટે લાલુને જામીન આપ્યા છે.અદાલતે દુમકા કોષાગ્મ કેસમાં અડધી સજા પુરી કરવાના આધાર પર લાલુપ્રસાદ યાદવના આજે જામીન મંજુર કર્યા છે.લાલુએ જેલની બહાર આવવા માટે એક લાખ રૂપિયાના જાત મચરકાના બોન્ડ નીચલી અદાલતમાં ભરવા પડશે. જો કે કોર્ટની મંજુરી વિના તે દેશની બહાર નહીં જઈ શકે અને ન તો કોઈપણ સંજોગોમાં પોતાનું સરનામુ કે મોબાઈલ નંબર બદલી શકશે. હાઈકોર્ટે લાલુપ્રસાદ યાદવને જામીન આપતી વખતે આ શરતો લાગુ પાડી છે.
ઘાસચારા કૌભાંડ કેસમાં સજા પામેલા લાલુ યાદવના જામીન પર સુનાવણી દરમિયાન અદાલતે સીબીઆઈની દલીલો ફગાવી દીધી હતી.લાલુપ્રસાદના વકીલ દેવર્ષિ મંડેલ લાલુની અડધી સજા પુરી થઈ ગઈ હોવાનો હવાલો આપીને હાઈકોર્ટમાં જામીનની અરજી કરી હતી.


Related News

Loading...
Advertisement