ગોંડલના કોરોનાગ્રસ્ત વૃદ્ધની છરીથી ગળુ કાપી આત્મહત્યા

18 April 2021 06:15 AM
Gondal Rajkot Crime
  • ગોંડલના કોરોનાગ્રસ્ત વૃદ્ધની છરીથી ગળુ કાપી આત્મહત્યા
  • ગોંડલના કોરોનાગ્રસ્ત વૃદ્ધની છરીથી ગળુ કાપી આત્મહત્યા
  • ગોંડલના કોરોનાગ્રસ્ત વૃદ્ધની છરીથી ગળુ કાપી આત્મહત્યા

વાસાવડ ગામની દરગાહમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી: મરનારની પોતાના ઘરે જ ઓકસીજનથી સારવાર ચાલતી હતી : પોલીસ તપાસ

ગોંડલ, તા. 17
કોરોના વાયરસની મહામારીના રાક્ષસી કહેરથી પોઝીટીવ દર્દીઓની જેટ ગતિએ વધતી જતી સંખ્યા અને કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતના આંકડાથી માનવ જીવન ફફડી ઉઠયું છે. ત્યારે ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતા કોરોનાગ્રસ્ત વૃધ્ધે તાલુકાના વાસાવડ ગામની દરગાહમાં જઇ છરી વડે ગળુ કાપી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે.

આ ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે.પરમાર સહિતના પોલીસ કર્મચારીઓના કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ તપાસના ચક્રોગતિમાન કર્યા છે. આ ઘટના અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે તાલુકાના વાસાવડ ગામે આવેલ દરગાહમાં ગળુ કપાયેલી હાલતમાં વૃદ્ધની લોહીથી લથબથ લાશ મળી આવી હતી.

પોલીસ કાફલાએ આ ઘટનામાં આ મરનાર વૃદ્ધની ઓળખ મેળવવા તપાસ કરતા માલુમ પડયુ હતું કે મરનાર વૃદ્ધ ગોંડલના વોરાકોટડા રોડ ઉપર રહેતા જેન્તીભાઇ બાબુભાઇ જોટંગીયા છે પોલસે તેમના પુત્રનો સંપર્ક કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખ બતાવી છરી પણ પોતે સાથે ઘરે રાખતા હોવાનું જણાવ્યું હતુ:.

જેન્તીભાઇના પુત્રોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જેન્તીભાઇની તબીયત તાદુરસ્ત રહેતી હતી અને રીપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યા અને ઘરે ઓકસીજનથી સારવાર ચાલી રહી હતી દરમિયાન સવારના કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા નાના પુત્ર ફોન કરી તપાસ કરતા જણાવ્યું હતું કે હું મોવિયા ગામ પાસે છું સુરક્ષીત થોડીવારમાં ઘરે આવી જઇશ પરંતુ ખાસો સમય સુધી ઘરે ન આવતા પોલીસનો ફોન આવતા આ ઘટનાની જાણ થઇ હતી.

જેન્તીભાઇ વાસાવડ દરગાહમાં અવારનવાર દર્શને આવતા હતા અને હઝરત સૈયદને પોતાના ગુરૂ માનતા હતા પોતાના ઘરે ગુરૂનો ફોટો પણ રાખ્યો હતો અને પૂજા અર્ચના કરતા હતા આ બનાવ અંગે વિશેષ તપાસ પોલીસે હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement