આંશિક લોકડાઉનના પગલે ફરી બેરોજગારી વધી

18 April 2021 06:41 AM
India Top News
  • આંશિક લોકડાઉનના પગલે ફરી બેરોજગારી વધી

મહામારીની બીજી લહેરથી આર્થિક સુધારાની ગતિ ધીમી પડી: સીએમઆઈઈ : 11 એપ્રિલ પુરા થતા સપ્તાહમાં શહેરી બેરોજગારી દર વધીને 9.81 ટકાએ પહોંચ્યો જે માર્ચના પુરા મહિનામાં 7.24 ટકા હતો

નવી દિલ્હી તા.17
કોરોના મહામારીની બીજી લહેરથી આર્થિક સુધારાની ગતિ ફરી ધીમી થઈ ગઈ છે. રાજયો દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનથી ઉત્પાદન ઘટયું છે અને બેરોજગારી વધી છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડીયન ઈકોનોમી (સીએમઆઈ)ના આંકડાથી આ જાણકારી મળી છે.

સીએમઆઈઈના રિપોર્ટ 6.18 ટકાથી વધીને 8 ટકા પર પહોંચી ગઈ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના સંક્રમણ રોકવા માટે અનેક રાજયોના શહેરોમાં આંશિક લોકડાઉન લગાવી દેવાયુ છે. આનાથી બેરોજગારી દરમાં વધારો થયો છે. ગામોમાં પણ વધશે પરેશાની: વિશેષજ્ઞોનું કહેવું છે કે હાલના સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં રવી પાક સારો થવાથી અને મનરેગામાં સતત અનુસાર 11 એપ્રિલે પુરા થતા સપ્તાહમાં શહેરી બેરોજગારી વધીને 9.81 ટકા પર પહોંચી ગઈ છે,

જયારે 28 માર્ચે સપ્તાહમાં તે 7.72 ટકા અને માર્ચના પુરા મહિનામાં તે 7.24 ટકા હતી, જયારે આ દરમિયાન રાષ્ટ્રીય બેરાજગારી વધીને 8.58 ટકા પર પહોંચી ગઈ છે જે 28 માર્ચે સપ્તાહના 6.65 ટકા હતી. આ રીતે ગ્રામીણ બેરોજગારી આ દરમ્યાન કામ મળવાથી શહેરની તુલનામાં બેરોજગારીનું સ્તર ઓછું છે. અલબત, આગામી કેટલાક દિવસોમાં પરિસ્થિતિ બગડવાની આશંકા છે. કારણ કે લણણી હવે પુરી થવામાં છે.


Related News

Loading...
Advertisement