‘ધી બિગબુલ’થી અભિષેક વર્ષનો સૌથી મોટો ઓપનર બન્યો: બીગ બીએ લખ્યુ- પ્રાઉડ

18 April 2021 06:45 AM
Entertainment Top News
  • ‘ધી બિગબુલ’થી અભિષેક વર્ષનો સૌથી મોટો ઓપનર બન્યો: બીગ બીએ લખ્યુ- પ્રાઉડ

ડિઝની પ્લસ હોટસ્ટાર પર રજૂ થયેલી ‘ધી બિગબુલ’ને લોકો- વિવેચકોએ વખાણી

મુંબઈ:
અભિષેક બચ્ચન, કલાઉડ નવ પર છે. કારણ કે તેની તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘ધી બિગબુલ’ ફિલ્મથી તે વર્ષનો સૌથી મોટો ઓપનર બની ગયો છે. જેના માટે પિતા અમિતાભ બચ્ચને ગૌરવ સાથે અભિનંદન આપ્યા છે.

કુકુ ગુલાટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ડીઝની પ્લસ હોટસ્ટાર પર 8મી એપ્રિલે રિલીઝ થઈ હતી. અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનના ટવીટનો એક સ્ક્રીન શોટ કર્યો હતો, જેમાં અભિષેક જાહેરાત કરી હતી કે તે ફિલ્મનો વર્ષનો સૌથી મોટો ઓપનર છે. અમિતાભે લખ્યું હતું વેલ ડન બડી. અમિતાભની પૌત્રી અને અભિષેકની ભાણેજ અને અમિતાભની પુત્રી શ્વેતા નંદાની પુત્રી નવ્યા નવેલીએ પણ ટિપ્પણી કરી હતી અને હૃદયના ઈમોજીસ શેર કર્યા હતા.

અભિષેક બચ્ચને એક વિડીયો કલીપ શેર કરીને લખ્યું- મૈંને કહા કિ ‘બડા સોચો’ તો આપને હેઝ ધી બિગબુલ કો સબસે બડા ધમાકા બના દિયા. સૌથી લાગણી પ્રેમ માટે આભાર. ઉલ્લેખનીય છે કે અભિષક બચ્ચન ‘ધી બીગબુલ’માં હેમંત શાહનું પાત્ર ભજવે છે જે 90ના દાયકામાં દેશમાં હજારો કરોડના જંગી શેરબજાર કૌભાંડના સૂત્રધાર હર્ષદ મહેતાથી પ્રેરીત છે. 'ધી બીગબુલ’ ગયા વર્ષે થિયેટરોમાં રિલીઝ થવાનું હતું પરંતુ મહામારીના કારણે તેની રજૂઆત ડિઝની હોટસ્ટાર પ્લસ પર થઈ હતી. ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકોએ વખાણી છે.


Related News

Loading...
Advertisement