સોનુ સુદ પોઝીટીવ: અભિનેતા કોરન્ટાઈન થયા

18 April 2021 06:46 AM
Entertainment
  • સોનુ સુદ પોઝીટીવ: અભિનેતા કોરન્ટાઈન થયા

હજુ તા.7ના રોજ જ વેકસીન લીધી હતી

નવી દિલ્હી: કોરોના-લોકડાઉન સમય પરપ્રાંતીય મજુરો સહિતની સેવા કરીને સોશ્યલ સેલીબ્રીટી બની ગયેલા અભિનેતા સોનુ સુદ કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને તેણે ખુદને કોરન્ટાઈન કરી લીધા છે. સોનુ સુદે એક ટવીટ કરીને આ માહિતી આપી હતી તેમાં આજે જ પોઝીટીવ જાહેર થયા છે તેના ચાહકો સોનુ સુદને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સોનુએ ટવીટમા કહ્યું કે તેનું સ્વાસ્થ્ય સારુ છે અને લોકોને હંમેશની જેમ મદદ કરવા તૈયાર છે. સોનુ એ કહ્યું કે કોરન્ટાઈન પીરીયડથી અને તમારી મદદ માટે ઘણો સમય મળી રહેશે. હું હંમેશા તમારા માટે ઉપલબ્ધ છું. સોનુએ હાલમાં જ તા.7 એપ્રીલના તેનો કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.


Related News

Loading...
Advertisement