તમિલ એકટર વિવેકનું કોરોના રસી લીધા બાદ હાર્ટ એટેકથી નિધન

18 April 2021 06:47 AM
Entertainment
  • તમિલ એકટર વિવેકનું કોરોના રસી લીધા બાદ હાર્ટ એટેકથી નિધન

એકટરને પીએમ મોદી, સુપરસ્ટાર રજનીકાંતની શ્રદ્ધાંજલી : એકટરનું મૃત્યુ વેકસીનથી નહીં, હૃદય રોગ હુમલાથી થયાનું જણાવતા તબીબો

ચેન્નાઈ તા.17
લોકપ્રિય તમિલ એકટર કોમેડીયન વિવેકનું આજે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે 59 વર્ષીય એકટરે ગુરુવારે જાહેરમાં કોરોના વેકસીન લઈને વેકસીન માટે જાગૃતિ ફેલાવી હતી ત્યાં બે દિવસમાં જ તેનું નિધન થયું છે. વિવેકે ગુરુવારે તામિલનાડુના આરોગ્ય મંત્રીની હાજરીમાં વેકસીનેશનને પ્રમોટ કરવા જાહેર સમારોહમાં જાહેરમાં પોતાની પ્રથમ કોરોના વેકસીન લીધી હતી. ગુરુવારે સવારે તેને બેભાન હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું આજે સવારે 4.35 વાગ્યે નિધન થયું હતું. જોકે તબીબોએ જણાવ્યું હતું કે એકટરનું મૃત્યુ વેકસીનથી નહીં, તેની હૃદયની નળીઓ 100 ટકા બ્લોક થઈ ગઈ હતી. સ્વર્ગસ્થ વિવેકને વડાપ્રધાન મોદીએ પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. સુપરસ્ટાર રજનીકાંતે પણ ટવીટ કરી દિલસોજી પાઠવી હતી. વિવેકે 1987ના વર્ષમાં ફિલ્મોમાં એન્ટ્રી કે.બાલચંદરની ફિલ્મથી કરી હતી.


Related News

Loading...
Advertisement