ફરી થિયેટર્સનું ભાવિ ધુંધળુ બન્યુ

18 April 2021 06:48 AM
Entertainment India
  • ફરી થિયેટર્સનું ભાવિ ધુંધળુ બન્યુ

કોરોનાની ખતરનાક બીજી લહેરને પગલે : હાલ મહારાષ્ટ્રમાં અંકુશોના કારણે ફિલ્મોની રિલીઝ ટળી છે

મુંબઈ: કોરોના મહામારીની બીજી ખતરનાક લહેરે વધુ એક વખત બોલીવુડનું ભાવિ અંધકારમય બનાવી દીધુ છે.મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ રાજયમાં 144 ની કલમ લાગુ કરવા સાથે મીની લોકડાઉનની જાહેરાત કરી તે પહેલા મુંબઈમાં સિનેમા હોલ સંચાલકોએ પડદો પાડી દીધો હતો વર્ષ 2020 નાં લોકડાઉને સિનેમા હોલ સંચાલકોને ખરાબ રીતે નુકશાન કર્યુ હતું. સવાલ એ પેદા થયો કે થિયેટર્સ બીજુ લોકડાઉનનો સામનો કરી શકશે?

આર્શીવાદ થીયેટર્સ પ્રાઈવેટ લીમીટેડનાં ડાયરેકટર અક્ષય રાઠી જણાવે છે કે મને આશા છે કે ઓકિઝબિશન સેકટર આ કટોકટીનો સામનો કરી લેશે. પણ તેને સારૂ એવુ નુકશાન થશે. વી.પી.કાર્નિવલ સિનેમાનાં કુનાલ જણાવે છે કે આ અઘરૂ તો છે જ ગયા વર્ષે આપણે એટલા તૈયાર નહોતા. હવે આપણે જાણીએ છીએ કે કેટલુ નુકશાન થશે.તેઓ વધુમાં જણાવે છે કે મહારાષ્ટ્રમાં થીયેટરો પરના અંકુશો પાન ઈન્ડીયા થીયેટર બીઝનેસને અસર કરી શકે છે.

મહારાષ્ટ્ર હિન્દી ફીલ્મો માટેની સૌથી મોટી ટેરેટરી (ક્ષેત્ર) છે. હાલ મહારાષ્ટ્રનાં થિયેટરો બંધ છે. તેના કારણે 30 ટકા આવક જ બંધ થઈ જાય. મહારાષ્ટ્રમાં જ ફિલ્મની વ્યવસ્થિત રજુઆત થાય તો જ થીયેટરો સારૂ પર્ફોમ કરી શકે. કુનાલ જણાવે છે કે મહારાષ્ટ્રની સાથે સાથ ગુજરાત, મધ્યપ્રદેશનાં થીયેટરો પણ બંધ છે કે જયાંથી કુલ 47 ટકા જેટલી રેવન્યુ જનરેટ થાય છે જોકે આ બધુ અંતિમ નથી કપરા કાળમાં સાઉથની માસ્ટર વકીલસાબ જેવી ફીલ્મો ચાલી હતી તે આશાકિરણ છે. સાઉથની માર્કેટ ખુલી રહી છે. જે મદદરૂપ થઈ શકે તેમ આઈનોકસ મુવીઝનાં સીપીઓ રાજેન્દ્ર જવાલાએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement