ગોલાવાળાએ સ્ટેટસ મુકયું, રાત્રી કફર્યુ માં પણ હોમ ડીલીવરી આપીશું: પોલીસે દબોચી ગુનો નોંધ્યો

18 April 2021 06:53 AM
Rajkot Crime
  • ગોલાવાળાએ સ્ટેટસ મુકયું, રાત્રી કફર્યુ માં પણ હોમ ડીલીવરી આપીશું: પોલીસે દબોચી ગુનો નોંધ્યો

કર્ફયુ દરમિયાન ભક્તિનગર પોલીસે વોચ ગોઠવી જલારામ ચોક પાસેથી ગોલાની હોમ ડીલીવરી કરવા જતા જયેશ વ્યાસની ધરપકડ કરી

રાજકોટ તા.17
ભક્તિનગર સર્કલ ખાતે તકદીર આઈસ ગોલા નામે લારી રાખનાર જયેશ અરવિંદભાઈ વ્યાસ (ઉ.વ.26, રહે. સહકાર મેઈનરોડ, શ્રીનગર શેરી નં.5) એ પોતાના વોટસએપમાં સ્ટેટસ મુકયું હતું કે, રાત્રી કર્ફયુ દરમિયાન પણ ગોલાની હોમ ડીલીવરી મળશે. આ માહિતી ભક્તિનગર પોલીસને મળતા વોચ ગોઠવી ગોલાની હોમ ડીલીવરી કરવા નીકળેલ જયેશને દબોચી લઈ ગુનો દાખલ કર્યો હતો.

ગતરાત્રે ભક્તિનગર પોલીસના પીઆઈ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે.કામળીયા, એસઆઈ ભાનુભાઈ મીયાત્રા, ફીરોઝભાઈ શેખ વગેરે સર્વેલન્સ સ્ટાફ રાત્રી કર્ફયુની અમલવારી કરાવવાની કામગીરીમાં ફરજ પર હતો ત્યારે બાતમી મળી હતી કે, ભક્તિનગર સર્કલ ખાતે આવેલ તકદીર ગોલાવાળા પોતાના ઘરેથી ગોલા બનાવી રાત્રી કર્ફયુ દરમિયાન હોમ ડીલીવરી કરે છે. આ વ્યક્તિએ પોતાના વોટસએપ એકાઉન્ટમાં સ્ટેટસ લખ્યું છે

કે, તેમના મોબાઈલ નંબર પર ફોન કરી રાત્રે 9.30 થી 12.30 વાગ્યા સુધી ગોલાની હોમ ડીલીવરી ફ્રીમા મેળવી શકાય છે. આ માટે પોલીસે વોચ ગોઠવતા જયેશ વ્યાસ પોતાના બાઈક પર ગોલાની હોમ ડીલીવરી કરવા નીકળતા જલારામ ચોક પાસેથી ઝડપાયો હતો. પોલીસે તેના વિરુદ્ધ કર્ફયુ ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયેશભાઈએ પોતાની ભુલ હોવાનુ કહી હવે આ પ્રકારે રાત્રી કર્ફયુમાં બહાર નહીં નીકળે તેવી ખાતરી પણ આપી હતી.


Related News

Loading...
Advertisement