શાસ્ત્રીનગરના રહેણાંક મકાનમાંથી દારૂની બોટલ નંગ 12 સાથે એક ઝડપાયો

18 April 2021 06:55 AM
Rajkot Crime
  • શાસ્ત્રીનગરના રહેણાંક મકાનમાંથી દારૂની બોટલ નંગ 12 સાથે એક ઝડપાયો

પી.ટી.સી. મેઈન રોડ ઉપર દારૂની એક બોટલ સાથે ઝડપાયો

રાજકોટ તા.17
શહેરના નાના મૌવા મેઈન રોડ, શાસ્ત્રીનગરમાંથી રહેણાંક મકાનમાં તપાસ કરતા વિદેશી દારૂની 12 બોટલ સાથે એક વ્યકિતને ઝડપી પાડયો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે શાસ્ત્રીનગર, અજમેરા બ્લોક નં.બી/7માંથી કૃનાલ મહેશ કોટેચા, લોહાણાના રહેણાંક મકાનમાં પોલીસે તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 12 બોટલ સાથે રૂા.6 હજારના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. તેમના વિરૂધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.બીજા બનાવમાં પી.ટી.સી. મેઈન રોડ ઉપરથી ભાવનગર રોડ ઉપર રહેતા પંકજભાઈ લવજીભાઈ પરમાર પાસે દારૂની બોટલ હોવાની બાતમી મળતા થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એલ.બારસીયા, કોન્સ. જયદીપસિંહ વિરભદ્રસિંહ ઝાલાએ તલાસી લેતા તેમના કબ્જામાંથી એક બોટલ દારૂની મળી આવતા તેમને રૂા.500ના મુદામાલ સાથે ઝડપી પાડયોહતો. વધુ તપાસ થોરાળા પોલીસ કરી રહી છે.


Related News

Loading...
Advertisement