અપહરણ, બળાત્કાર, પોકસોના ગુન્હામાં પાંચ વર્ષથી નાસતા ફરતા મહિલા સહિત બે ઝડપાયા

18 April 2021 06:56 AM
Rajkot Crime
  • અપહરણ, બળાત્કાર, પોકસોના ગુન્હામાં પાંચ વર્ષથી નાસતા ફરતા મહિલા સહિત બે ઝડપાયા

સગીર વયની દિકરીઓને લલચાવી ફોસલાવી સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કરતા, અગાઉ બે આરોપી ઝડપાઇ ચુકયા છે

રાજકોટ તા.17
શહેરમાં અપહરણ, બળાત્કાર, પોકસોના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા એક મહિલા સહિતના બે આરોપીઓને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયા હતા. આ પહેલા બે આરોપીઓ ઝડપાઇ ચુકયા છે.

શહેર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.એમ.ધાખડા તથા તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે કુવાડવા નજીકથી અપહરણ, બળાત્કાર, પોકસોના ગુન્હામાં પ વર્ષથી નાસતા ફરતા કાનજીભાઇ ઉર્ફે કાનો વિરા મીઠાપરા રહે.ઉગામેડ તા.ગઢડા, રેખાબેન કાનજી મીઠાપરા રહે.ઉગામેડ તા.ગાડાને પોલીસે ઝડપી પાડયા હતા. આરોપીઓ જે બંને પતિ-પત્ની થાય છે. આ કેસમાં અગાઉ બે આરોપીઓ વિક્રમ ઉર્ફે વિપુલ બોઘા વાસાણી, રાજી ઉર્ફે લાલો મેરામ નેત્રા ઝડપાઇ ચુકયા છે.

હાલ ઝડપાયેલા બે આરોપીઓને શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા પીએસઆઇ પી.એમ.ધાખડા, કુલદીપસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ, નગીનભાઇ ડાંગર વગેરે આગળની તપાસ ચલાવી રહ્યા છે. ગુન્હાની વિગતમાં બંને આરોપીઓ સગીર વયની દિકરીઓને લલચાવી ફોસલાવી સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કરાવતા હતા.


Related News

Loading...
Advertisement