કેસરી હિન્દ પુલ પાસે કફર્યુ ભંગ કરતા બસ ચાલક સહીત વીસ સામે ગુનો નોંધાયો

18 April 2021 07:02 AM
Rajkot Crime
  • કેસરી હિન્દ પુલ પાસે કફર્યુ  ભંગ કરતા બસ ચાલક સહીત વીસ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.17
શહેરમાં હાલ રાત્રીના 8થી સવારના છ સુધી કર્ફયુ અમલી હોય ત્યારે ઈગલ ટ્રાવેલ્સની બસ રાત્રી કર્ફયુમાં કેસરી હિન્દ પુલ પાસે મુસાફર સાથે મળી આવતા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. બનાવની વિગત મુજબ ઈગલ ટ્રાવેલ્સની બસ જે જુનાગઢથી સુરત ચાલતી હોય તે બસ રાત્રી કર્ફયુ શહેરમાં અમલી હોય તે સમયમાં પ્રવેશ કરીને કેસરી હિન્દ પુલ પાસે મળી આવતા બસચાલક ગોપાલ વાલદાસ મકવાણા રહે. જાનીવડલા ઉપર જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો અને ટ્રાવેલ્સને ડિટેઈન કરવામાં આવી હતી. જે કામગીરી પી.આઈ. એમ.બી.ઔસુરા તથા પીએસઆઈ બી.બી.કોડીયાતર સહીતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તે સહીત અન્ય વીસ લોકો ઉપર કર્ફયુ ભંગ કરતા લોકો ઉપર પણ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement