રાત્રી કફર્યુ ભંગ કરતાં 100 વ્યકિતઓને ઝડપી પાડતી પોલીસ

18 April 2021 07:02 AM
Rajkot Crime
  • રાત્રી કફર્યુ  ભંગ કરતાં 100 વ્યકિતઓને ઝડપી પાડતી પોલીસ

કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર નીકળેલા 9, સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા 17, રીક્ષામાં વધુ મુસાફર બેસાડતા ચાલકો 17 અને માસ્ક વગર નીકળેલા 11 વ્યકિતઓ ઝડપાયા

રાજકોટ તા.17
શહેરમાં કાલ કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. દર્દીઓના મોત થઇ રહ્યા છે. તે સમયે શહેરમાંથી રાત્રી કર્ફયુ ભંગ સહિતના જાહેરનામાનો ભંગ કરતા 154 જેટલા લોકોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રી કર્ફયુમાં વિના કારણે બહાર નીકળેલા સો જેટલા બેપરવાહ લોકોને પોલીસે ઝડપી લીધા હતા. તેમજ ચારથી વધુ રીક્ષામાં મુસાફરો બેસાડવા ઉપર પ્રતિબંધ હોય છતાં ચારથી વધુ મુસાફરોને બેસાડી જાહેરનામાના ભંગ કરતા સતર રીક્ષા ચાલકોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ શહેરના અલગ-અલગ વિસ્તારમાં દુકાનો પર વધુ પડતા માણસો ભેગા કરીને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરતાં સતર દુકાન ધારકોને ઝડપી પાડયા હતા. તેમજ કોરોના જેવી મહામારી ભયાનક બીમારીને અટકાવવા માટે મોઢા પર માસ્ક પહેરવુ ફરજીયાત હોય તેવા સમયમાં માસ્ક વગર નીકળેલા અગ્યિાર વ્યકિતઓને પોલીસે ઝડપી પાડયા હતાં. તમામ 154 જેટલા વ્યકિતઓ ઉપર જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement