ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં પ્રજાપતિ યુવાને આર્થિક ભીંસથી કંટાળી ફાંસો ખાઈ જીવ દીધો

18 April 2021 07:03 AM
Rajkot Crime
  • ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં પ્રજાપતિ યુવાને આર્થિક ભીંસથી કંટાળી ફાંસો ખાઈ જીવ દીધો

મીસ્ત્રીકામ બરાબર ન ચાલતા પગલુ ભરી લીધું: પરિવારમાં અરેરાટી

રાજકોટ તા.17
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી મચી ગઈ છે. કામ ધંધો બરાબર ન મળતા પગલું ભરી લીધાનુ યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીગ્રામના રામા પીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતા નિલેશભાઈ શાંતિલાલ સીંગળીયા (ઉં.37) (પ્રજાપતિ) નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેને હોસ્પીટલમાં ખસેડવામા આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે યુનિ. પોલીસ મથકના હેડ કોન્સ. અજયસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કાગળો કર્યા હતા.નિલેશભાઈ એક ભાઈ બે બહેનમાં મોટા હતા. તેઓને કામધંધો ન મળતા આર્થિક ભીંસથી પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. નિલેશભાઈના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.


Related News

Loading...
Advertisement