સોશ્યલ મીડિયામાં આવી રહેલી લીંક ઓપન ન કરવા સાયબર ક્રાઇમની અપીલ

18 April 2021 07:05 AM
Rajkot Crime
  • સોશ્યલ મીડિયામાં આવી રહેલી લીંક ઓપન ન કરવા સાયબર ક્રાઇમની અપીલ

વ્હોટસએપના માઘ્યમથી ફોરવર્ડ થઇ રહેલી લીંકમાં આઇપીએલની મેચો અને તાજેતરમાં રિલીઝ થયેલા મુવી મફતમાં જોવા લાલચ અપાઇ રહી છે : લીંક ઓપન કરશો તો ખાતામાંથી પૈસાની ઉચાપત થઇ શકે છે

રાજકોટ તા.17
હાલના અતિ આધુનિક યુગમાં સાયબર ક્રાઇમના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.સ્માર્ટ મોબાઈલ વાપરતા લોકોને સાયબર સેલ પોલીસ દ્વારા અવાર નવાર ચેતવણી ઓ આપવામાં આવે છે છતાં પણ લોકો માં અવેરનેસ જોવા મળતી નથી.અને સાયબર ક્રાઈમનો ભોગ બને છે.ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક લિંક ફોરવર્ડ કરવામાં આવી રહી છે તેને કોઈપણ સંજોગોમાં લોકો એ ફોરવર્ડન કરવા અને ઓપન ના કરવા પોલીસ અધોકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ઓનલાઇન છેતરપિંડીના બનાવો સતત બનતા હોય ત્યારે ખાસ કરી સોશિયલ મીડિયાના મારફતે આવા હોશિયાર લોકો દ્વારા લિંકો મોકલી અને ઓપન કરવા માટે કહેવામાં આવી રહ્યું હોય છે આ લીંક ઓપન કરે ત્યારે તેમના ખાતામાંથી અથવા ઓનલાઈન એપ્લિકેશન માં જે પૈસા પડ્યા હોય તેમાંથી ઉચાપતની ફરિયાદો જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઇ રહી છે.

હાલમાં આઈપીએલની સિઝન શરૂ થઇ ચૂકી છે ત્યારે હોટસ્ટાર એપ્લિકેશન ઉપર આઇપીએલ નિહાળવા માટે ફરજિયાત પણે રિચાર્જ કરાવવું જરૂરી બન્યું છે ત્યારે આવા ફ્રોડ કરનાર લોકો દ્વારા લીંક આપવામાં આવી રહી છે અને આ લીંક ઓપન કરી અને મફતમાં આઈપીએલની મેચો નિહાળવા માટે કહેવામાં આવી રહ્યું છે ત્યારે આવી લોભામણી જાહેરાતો માં લોકો આવી અને આવી લીંક ખોલતા હોય છે

ત્યારે તેમના ખાતામાંથી અથવા તેમના જે પડેલા નાણાં હોય તે ઉચાપત થતાં હોવાની જિલ્લામાં રાવ ઉઠવા પામી છે.બીજી તરફ તાજેતરમાં સિનેમા હોલમાં લાગેલા પિક્ચરો તદ્દન મફતમાં નિહાળવા માટે પણ આવા લોકો દ્વારા નેટફ્લિક્કસ અને એમેઝોન પ્રાઈમ લીંક મોકલી અને ઓપન કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આવી લિંકો ઓપન ન કરવા માટે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ સેલ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં સતત સાયબર ક્રાઈમના બનાવો વધતા જઈ રહ્યા છે.ત્યારે આવા બનાવોને અટકાવવા માટે સુરેન્દ્રનગર સાયબર સેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા ના પેજ ઉપર અજાણ્યા નંબર ઉપરથી મોકલવામાં આવેલી લીંકો ન ખોલવા માટે સૂચના આપવામાં આવી છે અને સાયબર ક્રાઇમ થી બચવા માટે પણ જિલ્લાવાસીઓ ને સતર્કતા દાખવવામાં આવતા મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement