ચૈત્રી માસની આયંબીલ ઓળી નિમિતે કાલથી તા.27 સુધી તપસ્વીઓ માટે સૂકી કીટ - લાઈવ આઈટમોની વ્યવસ્થા

18 April 2021 07:08 AM
Rajkot Dharmik
  • ચૈત્રી માસની આયંબીલ ઓળી નિમિતે કાલથી તા.27 સુધી તપસ્વીઓ માટે સૂકી કીટ - લાઈવ આઈટમોની વ્યવસ્થા

હરિ જયોત જૈન ઉપાશ્રય (વખારીયા ઉપાશ્રય) દ્વારા

રાજકોટ તા.17
સ્થાનકવાસી જૈનોની આવતીકાલ તા.18થી તથા મૂર્તિપૂજક જૈનોની તા.19ના સોમવારથી ચૈત્ર માસની આયંબીલ ઓળીની આરાધનાનો પ્રારંભ થઈ રહ્યો છે. દૈનિક આયંબીલ તથા સંપૂર્ણ ઓળી કરનાર તપસ્વીઓ તથા સાધુ સાધ્વીજીઓ માટે આયંબીલમાં વપરાતી સૂકી કીટ તેમજ દરરોજ 5 થી 6 લાઈવ ગરમ આઈટમ આપવાનુ આયોજન હરિજયોત જૈન ઉપાશ્રય (વખારીયા ઉપાશ્રય) દ્વારા કરાયુ છે.
તા.18ના રવિવારથી તા.27-4ના મંગળવાર સુધી દરરોજ સવારે 11 થી 1 સુધી વખારીયા ઉપાશ્રય ‘હરિજયોત’, 2, ભીડભંજન સોસાયટી, નટરાજનગર પાસે, યુનિ. રોડ, રાજકોટ ખાતે આયંબીલના તપસ્વીઓને સૂકી કીટ તથા લાઈવ આઈટમો અપાશે. દૈનિક આયંબીલનો નકરો રૂા.2100 રાખેલ છે. વિશેષ વિગતો માટે જીજ્ઞાબેન (94292 48362), ચાંદનીબેન (94282 32523) અથવા રીતુબેન (81604 55483)નો સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement