માસ્ક નહી પહેરી જાહેરમાં ધુમ્રપાન કરતા અભિષેક ભુપત નિમાવતને બીસ્ટોલ રૂા.1200માં પડી

18 April 2021 07:09 AM
Rajkot Crime
  • માસ્ક નહી પહેરી જાહેરમાં ધુમ્રપાન કરતા અભિષેક ભુપત નિમાવતને બીસ્ટોલ રૂા.1200માં પડી

150 ફુટ રીંગરોડ ઉપર પાનના ગલ્લા ઉપર જાહેરમાં ધુમ્રપાન કરતા શખ્સ દંડાયો

રાજકોટ તા.17
શહેરના ડી સ્ટાફ પીએસઆઈ જે.જી.રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે 150 ફૂટ રીંગરોડ પર આવેલ ક્રિષ્ના પાનના ગલ્લાની બાજુમાં એક શખ્સ જાહેરમાં માસ્ક નહી પહેરી ધુમ્રપાન કરતા ઝડપી પાડયો હતો. હાલ જાહેર અને કામના સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાત હોય ત્યારે અભિષેક ભુપત નિમાવત જાહેરમાં પાનના ગલ્લા પાસે માસ્ક વગર જાહેર ધુમ્રપાન કરતા ઝડપાયો હતો. જેમના વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી દંડ કરવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement