સ્પેશ્યલ શ્રમીક ટ્રેન નહી દોડાવાય

18 April 2021 07:12 AM
Rajkot
  • સ્પેશ્યલ શ્રમીક ટ્રેન નહી દોડાવાય

નવી દિલ્હી: ભારતીય રેલ્વે હદના અર્ધલોકડાઉન જેવી સ્થિતિમાં જે પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન પરત ફરી રહ્યા છે. તેમના માટે શ્રમીક સ્પે. ટ્રેન દોડાવાની શકયતા નકારી છે. રોજ ટ્રેન મારફત હજારો શ્રમિકો બિહાર, બંગાળ, ઓડીસા, યુપી વિ. રાજયમાં પરત ફરી રહ્યા છે. રેલ્વે બોર્ડના ચેરમેન એ કહ્યું કે કઈ રાજયએ શ્રમિકોને પરત જતા રોકવા ટ્રેન સેવા રોકવા કહ્યું નથી અને જો કોઈ સ્ટેશનની માંગણી આવશે તો ખાસ ટ્રેન દોડાવશે પણ રેગ્યુલર શ્રમિક સ્પે. ટ્રેન દોડાવવાની કોઈ યોજના નથી. દેશમાં જે રીતે કોરોના સંક્રમણ વધે છે તેથી હવે જે 500 કોવિડ સ્પે.કોચ તૈયાર કર્યા છે તથી જેમ માંગણી આવશે તેમ પુરા પડાશે. રેલ્વેએ પ્રથમ લહેર સમયે જવા કોચ તૈયાર કર્યા હતા.


Related News

Loading...
Advertisement