કેન્સર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાંથી ચાર દર્દીઓ કોરોનાને હરાવી હસતાં મોઢે ઘેર પરત ફર્યાં

18 April 2021 07:13 AM
Rajkot
  • કેન્સર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાંથી ચાર દર્દીઓ કોરોનાને હરાવી હસતાં મોઢે ઘેર પરત ફર્યાં
  • કેન્સર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાંથી ચાર દર્દીઓ કોરોનાને હરાવી હસતાં મોઢે ઘેર પરત ફર્યાં
  • કેન્સર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાંથી ચાર દર્દીઓ કોરોનાને હરાવી હસતાં મોઢે ઘેર પરત ફર્યાં

સારવાર અંગે વ્યક્ત કર્યો સંતોષ: 61, 74, 56 અને 75 વર્ષના વયોવૃદ્ધે કોરોનાને મ્હાત કર્યો

રાજકોટ, તા.17
રાજકોટમાં અત્યારે કોરોના બેકાબૂ બની ગયો છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને ‘અડી’ રહ્યો છે ત્યારે આ રાક્ષસને લઈને જનમાનસમાં ગજબનાક ખૌફ જોવા મળી રહ્યો છે. અત્યંત વિપરિત પરિસ્થિતિ વચ્ચે આજે કેન્સર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાંથી ચાર વયોવૃદ્ધ દર્દીઓ કોરોનાને હરાવી હસતાં મોઢે ઘેર પરત ફરતાં કોરોનાને અવશ્ય હરાવી શકાય છે તેવું જોમ અન્ય દર્દીઓમાં આવી ગયું હતું. આ ચારેય દર્દીઓએ તેમને અહીં મળેલી સારવાર અંગે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

કોરોનાને હરાવનારા 61 વર્ષીય જ્યોત્સનાબેન હંસગીરી ગોસાઈ અને 74 વર્ષના રૂગનાથભાઈ વશરામભાઈ ભોરણીયાને આજે 11 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ બન્ને દર્દીઓ તેમજ તેમના સગાઓએ અહીંની વ્યવસ્થા અંગે પૂરતો સંતોષ વ્યક્ત કર્યો હતો અને કર્મચારીઓની નિષ્ઠાના ભરપૂર વખાણ કર્યા હતા. આજે અન્ય એક 56 વર્ષીય દર્દી અરવિંદભાઈ ભલાણી પણ સાજા થતાં તેમણે જણાવ્યું હતું કે અહીં કાર્યરત ડો.અંજનાબેન ત્રિવેદી તેમજ ડો.ઈલિયાસ જુણેજાએ અમારી નાની-નાની બાબતોનું ધ્યાન રાખ્યું હતું અને અમારો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો.

જ્યારે 75 વર્ષના મગનભાઈ ખેરડીયાના પુત્ર હાર્દિક ખેરડીયાએ જણાવ્યું કે અહીં મળતી સારવારથી અમે સંતુષ્ટ છીએ. ગત બુધવારથી દાખલ થયેલા તેમના પિતાને સારવાર બાદ તબિયતમાં ઘણો જ સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે અહીં દાખલ 52 વર્ષના ભારતીબેન દિલીપભાઈ રાણપરાના પતિ દિલીપભાઈએ જણાવ્યું કે અમે કોરોનાને લીધે હિંમત હારી ગયા હતા પરંતુ અહીંના તબીબો અને સ્ટાફે અમારી હિંમત વધારવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.


Related News

Loading...
Advertisement